Gujarat/ ડીસાનાં MLA દ્વારા પાલિકામાં ભૂગર્ભ ગટર યોજના તેમજ રેન બસેરાનું લોકાર્પણ

ડીસા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની પુરસ્કૃત અમૃત યોજના વર્ષ ૨૦૧૬/૧૭ હેઠળ નગર પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ બે અંતર્ગત શહેરમાં બે હજાર કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે…

Gujarat Others
Mantavya 22 ડીસાનાં MLA દ્વારા પાલિકામાં ભૂગર્ભ ગટર યોજના તેમજ રેન બસેરાનું લોકાર્પણ

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

ડીસા નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની પુરસ્કૃત અમૃત યોજના વર્ષ ૨૦૧૬/૧૭ હેઠળ નગર પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ બે અંતર્ગત શહેરમાં બે હજાર કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે.

જે અંતર્ગત ૫૦ કિલોમીટર આસપાસની ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થતા શનિવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ઘર વિહોણા ભિક્ષુકો માટે નગર પાલિકા દ્વારા લાટી બજાર વિસ્તારમાં ૧.૪૫ લાખના ખર્ચે બનાવેલ ૧૪૨ બેડના રેન બસેરાનું પણ ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્વારા અમૃત સીટી અંતર્ગત શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે બદલ મુખ્યમંત્રીનો દિલથી આભાર માન્યો હતો.

વધુમાં ઉમેર્યું હતું કે, ભુગર્ભ ગટર યોજના અંતર્ગત ગટર યોજના અંતર્ગત શહેરમાં ૨૦૦૦ જેટલી ચેમ્બરો નાખવાના બાકી હોઈ રાજય સરકારમાંથી ગ્રાન્ટ લાવીને શહેરમાં સંપુર્ણ ભુગર્ભ ગટરની કામગીરી પુર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી તેમજ ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી તથા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી તથા ચુંટાયેલા સદસ્યો દ્વારા શહેરમાં કરવામા આવેલ વિકાસના કામોની પ્રશંસા કરી લોકાર્પણ પ્રસંગે બિરદાવ્યા પણ હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો