Not Set/ અમદાવાદ: વેપારીએ કરી હતી બાળકની મદદ, સેવાના બદલામાં સજાની કહાણી, વાંચો

અમદાવાદ કેટલીક વાર સેવા કરવી ભારે પડી જાય છે, આ કિસ્સો છે અમદાવાદના મણીનગર વિસ્તારનો જ્યાં એક ખાણીપીણીના વેપારીએ માસુમ બાળકની માનવતાના દાખવીને મદદ કરી પણ તેને બદલામાં શાબાશીને બદલે મળી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની સજા અને અપહરણ કર્યું હોવાનું લાંછન લાગ્યું. મણીનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલું અલંકાર કોમ્પલેક્ષ જ્યાં ખાણીપીણીની દુકાન પર એક 12 […]

Top Stories Ahmedabad Gujarat Trending
ahmedabad અમદાવાદ: વેપારીએ કરી હતી બાળકની મદદ, સેવાના બદલામાં સજાની કહાણી, વાંચો

અમદાવાદ

કેટલીક વાર સેવા કરવી ભારે પડી જાય છે, આ કિસ્સો છે અમદાવાદના મણીનગર વિસ્તારનો જ્યાં એક ખાણીપીણીના વેપારીએ માસુમ બાળકની માનવતાના દાખવીને મદદ કરી પણ તેને બદલામાં શાબાશીને બદલે મળી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની સજા અને અપહરણ કર્યું હોવાનું લાંછન લાગ્યું.

મણીનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલું અલંકાર કોમ્પલેક્ષ જ્યાં ખાણીપીણીની દુકાન પર એક 12 વર્ષનો છોકરો આવ્યો અને ભુખ લાગી છે કહીને રડવા લાગ્યો.. દુકાનના માલિકને દયા આવી અને બાળકને ખાવાનું આપી સાંત્વના આપી અને તેના દુખની કહાણી સાંભળી અને બાળકને રહેવા માટે આસરો આપ્યો. પણ વેપારીને દયા કરવી ભારે પડી ગઇ.

જે બાળકને નિરાધાર અને ભુખ્યો સમજીને વેપારીએ રોટલો અને ઓટલો આપ્યો. તે જ બાળકના કારણે વેપારી વિટંબણામાં ફસાઇ ગયા થોડા દિવસ બાદ યુપી પોલીસ આવી અને શરૂ થઇ ગયા વેપારીને સેવાના બદલામાં સજાની કહાણી. વેપારી પર પોલીસે બાળકના અપહરણનો આરોપ લગાવ્યો અને લોકલ પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઇ ગયા.

વિગતવાર વાત કરીએ તો, બાળક દુકાન પર આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતુ કે તેના માતાપિતા નથી અને તેના કાકા-કાકી તેને ખુબ મારે છે તેથી તે યુપી રાજ્યમાં જાંસીથી ભાગીને આવ્યો છે. વેપારીને થયુ કે બાળક પરેશાન છે તેથી આસરો આપ્યો અને એક દિવસ બાદ બાળકને યોગ્ય સંસ્થાના હાથે સોંપવા કાર્યવાહી શરૂ કરી.

પરંતુ આ વાતની ભનક બાળકને પડી ગઇ અને મોકો જોઇને તે દુકાનના કેશ કાઉન્ટર માંથી 2000 રૂપિયા ચોરી ફરાર થઇ ગયો. તપાસ કરતા તેના સીસીટીવી ફુટેજ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા પણ બાળક ક્યાં ગયો તે ખ્યાલ ન આવ્યો. પણ આજે તેની મદદ કરનાર દુકાનના કર્મચારી અને માલીક યુપી પોલીસની પરેશાનીનો શિકાર બની ગયા છે..

મણીનગરમાં દાબેલી-વડાપાંઉની લારી ચલાવતાં વેપારીનું કહેવું છે કે, બાળક અહી બેઠું હતું અને મે પૂછ્યું ક્યાંથી આવ્યો છે તો તેની કીધું યુપીથી ભાગીને આવ્યો છું. મારા મમ્મી પાપા નથી, હું મારા કાકા લોકો સાથે રહેતો હતો તે લોકો મને ખુબજ મારતા હતાં એટલે હું અહી ભગીને આવી ગયો.

વેપારીએ વધુમાં જણાવ્યું કે, મે બાળકને અહી જમવા માટે પફ અને દાબેલી ખવડાવી અને બહાર વરસાદ પડી રહ્યો હતો એટલે એને કીધું અહી રોકાઈ જા. પણ મને નહોતી ખબર કે સેવા કરવાની સજા મને મળશે.

એક તરફ યુપી પોલીસ મણીનગરના વેપારી અને તેના કર્મચારીઓને બાળકના મુદ્દે પરેશાન કરી રહી છે.. તો બીજી તરફ વેપારી પોતાને નિર્દોષ સાબિત કરવા મથામણ કરી રહ્યા છે.. અને સાથે સાથે કહી રહ્યા છે કે નિરાધાર બાળકને રોટલો અને ઓટલો આપવાની જો આવી સજા હોય તો હું આજ પછી ક્યારેય કોઇની સેવા નહી કરૂં.