Surat News: સુરત(Surat)ના કામરેજમાં આધેડ દ્વારા સગીરાની છેડતી (Harassment) કર્યાની ઘટના સામે આવતા માતાપિતાએ આધેડ વિરૂદ્ધ કામરેજ પોલીસ (Kamrej Police) સ્ટેશનમાં પોક્સો કાયદા (POCSO Act) અંતર્ગત ગુનો નોંધાવ્યો છે.
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આધેડ દ્વારા માસૂમ સગીરાની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે આધેડે લિફ્ટમાં છેડતી કરી હતી. 57 વર્ષના આધેડની વિકૃત હરકતથી ચોમેર ફટકારની લાગણી જોવા મળી છે. બિલ્ડિંગની લિફ્ટમાં સગીરાને ગાલ પર ચુંબન કર્યું હતું. સમગ્ર ઘટના સગીરાએ તેના માતા-પિતાને કરતા તેના માતાપિતાએ ફરિયાદ કરી છે. પોલીસે ઘટનાની તપાસ કરતા લિફ્ટમાં લાગેલા CCTV ચેક કર્યા હતા, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. કામરેજ પોલીસે આધેડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, તેમજ નરાધમ ધીરુ ભાલાળાની પોલીસે ધરપકડ કરી છે.
અગાઉ સુરતમાં ભેસ્તાન પોલીસે (Bhestan Police) ઘરની બહાર રમતી નાની દીકરીઓને રમાડવાને બહાને વિકૃત હરકત કરી છેડતી કરનારની ધરપકડ કરી હતી. જોકે, સમગ્ર વિકૃત હરકતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી, કેટલીક દીકરીઓની હાજરીમાં નરાધમે બાળકીઓની છેડતી કરી હતી. જેથી ભેસ્તાન પોલીસે 26 વર્ષીય મહંમદ અન્સારી નામના ઈસમની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઈ દીકરી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં ઘટના બની હતી, જેમાં એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે બાળકી ત્યાંથી ગભરાઈને જતી રહે છે.
ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં જતી રહે છે. આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ 2 છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્યા છે. લોકોમાં સુરક્ષા અને સલામતીને લઈને ઉદભવેલ રોષ જોતા પોલીસે યુવકની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરી.
આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ
આ પણ વાંચો:સગીરાની છેડતી મામલે વિધર્મી યુવકે ઉશ્કેરાયને પરિવાર પર હુમલો કર્યો
આ પણ વાંચો:સુરત શહેરમાં મનોવિકૃતે જાહેરમાં પરીણિતાની છેડતી કરતા ચકચાર
