દરોડા/ IT બાદ હવે ED પણ તાપસી અને અનુરાગને ત્યાં પાડી શકે છે રેડ

બોલીવુડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘરે બુધવારે મોડી રાત સુધી આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પૂણેની એક હોટલમાં અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની પણ પૂછપરછ કરવામાં આવી હતી. 

Top Stories India
A 69 IT બાદ હવે ED પણ તાપસી અને અનુરાગને ત્યાં પાડી શકે છે રેડ

બોલીવુડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને વિકાસ બહલના ઘરે બુધવારે મોડી રાત સુધી આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પૂણેની એક હોટલમાં અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આવકવેરાની ટીમે કેટલાક કલાકો સુધી બંનેની પૂછપરછ કરી. બુધવાર પછી આજે પણ આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. બીજા દિવસે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આઇટી વિભાગ બુધવારે મુંબઇ અને પુણેમાં 30 સ્થળો પર દરોડા પાડી રહ્યું છે. કંપનીઓના એકાઉન્ટ ફ્રીઝ  થઈ ગયા છે. તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપના ઘરોના ખૂણા – ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે.

ઇડી પણ પાડી શકે છે દરોડા

બુધવારે 2 રાજ્યોના ઇન્કમટેક્સ અધિકારીઓએ અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુને ત્યાં દરોડા પાડ્યા હતા. આમાં ત્રણ યુપીથી અને ત્રણ મહારાષ્ટ્રના હતા. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે અનુરાગ અને તાપસીના ઘરે પણ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી શકે છે.

2018માં બંધ થઈ ગઈ હતી ફેન્ટમ ફિલ્મ્સ

અત્રે જણાવવાનું કે અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, પ્રોડ્યૂસર મધુ વર્મા મન્ટેના અને વિકાસ બહલે મળીને ફેન્ટમ ફિલ્મ્સની રચના કરી હતી. માર્ચ 2015માં ફેન્ટમ ફિલ્મ્સની 50 ટકા ભાગીદારી રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે ખરીદી લીધી હતી. ત્યારબાદ 2018માં વિકાસ બહલને આ કંપનીમાંથી બેદખલ કરી દેવાયો અને આ પ્રોડક્શન હાઉસ બંધ થઈ ગયું. ત્યારબાદ તમામ ફિલ્મમેકર્સે જાહેરાત કરી હતી કે તેઓ બધા પોતાની ફિલ્મો હવે અલગ અલગ બનાવશે. પછી અનુરાગ કશ્યપે નવી પ્રોડક્શન કંપની ‘ગુડ બેડ ફિલ્મ્સ’ શરૂ કરી. જ્યારે મોટવાનીએ આંદોલન ફિલ્મ્સ શરૂ કરી.