Not Set/ પાન અને આધાર કાર્ડને લિંક કરવાની અવધીમાં કરાયો વધારો, હવે આ તારીખ રહેશે અંતિમ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ ફરીથી પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખમાં વધારો કર્યો છે. હવે પાનને 31 માર્ચ 2020 સુધીમાં આધાર સાથે જોડી શકાય છે. અગાઉ અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 હતી. આપને જાણીને નવાઇ લાગશે કે, પાનને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા સરકારે 8 મી વખત […]

Top Stories Business
Linking પાન અને આધાર કાર્ડને લિંક કરવાની અવધીમાં કરાયો વધારો, હવે આ તારીખ રહેશે અંતિમ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ ફરીથી પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખમાં વધારો કર્યો છે. હવે પાનને 31 માર્ચ 2020 સુધીમાં આધાર સાથે જોડી શકાય છે. અગાઉ અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 હતી.

આપને જાણીને નવાઇ લાગશે કે, પાનને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા સરકારે 8 મી વખત વધારી દીધી છે. આવકવેરો ભરવા માટે આધારને પાન સાથે જોડવુ જરૂર છે. સપ્ટેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પાન અને આધારને જોડાણ કરવાની યોજનાને બંધારણીય ગણાવી હતી. 1 એપ્રિલ 2019 થી આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે આધાર અને પાન લિંક હોવુ ફરજિયાત છે.

પાન એ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા 10 અક્ષરો (આલ્ફા અને આંકડાકીય) સાથેનો ઓળખ નંબર છે. આધાર એ 12-અંકોવાળો યૂનીક આઇડેન્ટિફિકેશન નંબર છે જે યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. આ બંનેને આવકવેરા વિભાગની વેબસાઇટ અથવા એસએમએસ દ્વારા લિંક કરી શકાય છે. જો કે, પાન અને આધારને જોડતા પહેલા, ખાતરી કરો કે નામ, જન્મ તારીખ અને જેન્ડર વચ્ચે કોઈ તફાવત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.