Gandhinagar News/ ગ્રામીણ ઘરવિહોણા પરિવારોને મોટી રાહત: મફત પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો વધારો, પ્લોટ દીઠ હવે મળશે રૂપિયા 5,000

ગુજરાત ગ્રામીણ આવાસ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત રહેણાંક પ્લોટ સમતળ સહાય રૂપિયા. 1,000થી વધારી રૂ. 5,000 કરી. હેક્ટર દીઠ સહાય રૂપિયા. 2 લાખ થતાં ગ્રામ્ય પરિવારોને મોટી રાહત મળશે.

Gandhinagar Gujarat Breaking News
Land Levelling Assistance

Gandhinagar News: હેઠળ ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને વધુ મજબૂત આવાસ સુવિધા આપવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મફત રહેણાંક પ્લોટ સમતળ કરવા માટે મળતી સહાય (Land Levelling Assistance)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી હજારો ગ્રામ્ય પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે અને ગામતળના વિકાસને નવી ગતિ મળશે.

Land Levelling Assistance સહાયમાં પાંચ ગણો વધારો

ગ્રામીણ ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગ્રામીણ આવાસ યોજના (Rural Housing Scheme Gujarat) હેઠળ હવે મફત રહેણાંક પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટે મળતી સહાય રૂ. 1,000 પરથી વધારીને રૂ. 5,000 કરવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને એવા લાભાર્થીઓ માટે મહત્વનો સાબિત થશે, જેમને અસમતળ અથવા ખાડા-ટેકરાવાળી જમીન પર મકાન બાંધવામાં મુશ્કેલીઓ પડતી હતી. હવે સરકારના વધારેલા સહયોગથી તેઓ સરળતાથી જમીન તૈયાર કરીને પોતાના સપનાનું પાકું ઘર બનાવી શકશે.

જમીન વિકાસ માટે હેક્ટર દીઠ સહાયમાં ચાર ગણો વધારો

રાજ્ય સરકારે માત્ર પ્લોટ દીઠ સહાયમાં જ નહીં પરંતુ ગામતળમાં રહેણાંક માટેની જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં પણ મોટો વધારો કર્યો છે. અગાઉ પ્રતિ હેક્ટર રૂ. 50,000 મળતા હતા, જ્યારે હવે સીધી રૂ. 2,00,000 સુધીની સહાય આપવામાં આવશે. એટલે કે જમીન વિકાસ માટેની સહાયમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ગામોમાં રહેણાંક માટે યોગ્ય જમીન ઝડપથી તૈયાર કરી શકાશે અને નવા આવાસ વિસ્તારોનું આયોજન વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે.

લાભાર્થીઓને મળશે સીધો ફાયદો, ગામતળ વિકાસને મળશે વેગ

ગુજરાત સરકાર વર્ષોથી ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને 100 ચોરસ વારના મફત રહેણાંક પ્લોટ ફાળવે છે. હવે મફત રહેણાંક પ્લોટ (Free Residential Plot) સાથે સમતળ જમીન ઉપલબ્ધ કરાવવા માટે વધારેલી સહાય પણ આપવામાં આવશે. આ નિર્ણયથી લાભાર્થીઓનો જમીન વિકાસનો ખર્ચ ઘટશે, મકાન બાંધકામની પ્રક્રિયા ઝડપશે અને ગામોમાં આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે. સાથે જ જમીન સમતળ સહાય (Land Levelling Assistance) અને ગ્રામીણ વિકાસ (Rural Development)ને પણ નવી દિશા મળશે.

રાજ્ય સરકારનું આ પગલું માત્ર સહાયમાં વધારો નથી, પરંતુ હજારો ગ્રામ્ય પરિવારોના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવાનો પ્રયાસ છે. જેના કારણે આવાસ સુવિધા વધુ મજબૂત બનશે અને ઘરવિહોણા પરિવારોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે.


આ પણ વાંચો: ખેડૂતહિતમાં CMનો નિર્ણય, તાર ફેન્સિંગ સહાયમાં વધારો

આ પણ વાંચો: રાજ્ય સરકારે વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુની સહાયમાં વધારો કર્યો

આ પણ વાંચો: અતિવૃષ્ટિમાં ચુકવાતી સહાયમાં વધારો, તો સાથે મંત્રી અને અધિકારીઓને ફરજીયાત ગાંધીનગર હાજર રહેવા આદેશ