પરીક્ષા પેપર લીક વિવાદમાં દેશભરના વિદ્યાર્થીઓ(Student)ના સતત અને અણનમ વિરોધ પ્રદર્શન સામે આખરે વહીવટીતંત્રે ઝૂકવું પડ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના આ મોટા રાજકીય નિર્ણયને મનોરંજન જગતની અનેક જાણીતી સેલિબ્રિટીઓએ યુવાશક્તિની મોટી વિજયગાથા ગણાવી છે. મનોરંજન ક્ષેત્રના દિગ્ગજ કલાકારો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરીને વિદ્યાર્થીઓના સંઘર્ષને સલામી આપી રહ્યા છે.
દક્ષિણ અને બોલિવૂડના કલાકારોએ વધાવ્યો યુવાનોનો ઉત્સાહ
જાણીતા અભિનેતા પ્રકાશ રાજે X પર પોસ્ટ શેર કરીને છાત્રોની એકતાની પ્રશંસા કરતા જણાવ્યું કે, યુવાનોએ પોતાની અવિરત લડત અને સંગઠિત શક્તિના જોરે સત્તાધીશોને મોટો નિર્ણય લેવા માટે વિવશ કર્યા છે.
ગાયક અરમાન મલિકે પોતાની પોસ્ટમાં “Power of the Youth” લખીને યુવા વર્ગના સામર્થ્યને નમન કર્યા હતા. આ સિવાય અભિનેત્રી સંભાવના સેઠે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ મૂકીને છેલ્લા કેટલાક દિવસોથી કઠિન પરિસ્થિતિઓમાં પણ વિદ્યાર્થીઓએ દાખવેલી ધૈર્ય, નિષ્ઠા અને હિંમતને બિરદાવી હતી.
પ્રિયંકા ચોપરા અને અદિતિ રાવ હૈદરીએ પાઠવી શુભકામનાઓ
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાએ પણ આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વ્યાપક આંદોલન અને સોનમ વાંગચુકના સત્યાગ્રહ બાદ આ સફળતા સાંપડી છે.
બીજી તરફ, એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થી સમુદાયને અભિનંદન આપતા વ્યક્ત કર્યું કે, આ સત્ય અને અહિંસક લડાઈનો વિજય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં શાસનમાં પારદર્શિતા, જવાબદારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ સુદૃઢ બનશે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અભિનંદનનો ધસમસતો પ્રવાહ
અભિનેત્રી દિયા મિર્ઝાએ આ પરિણામને યુવા વર્ગની બહુ મોટી જીત ગણાવી હતી. વાણી કપૂરે પોતાના સંદેશમાં જણાવ્યું કે, સતત પ્રશ્નો પૂછવાની હિંમત દાખવનારા અને આશાવાદી રહેનારા તમામ વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ છે.
દિવ્યેન્દુ શર્મા: તેમણે લખ્યું કે પોતાના હક માટે અવાજ ઉઠાવવાથી ચોક્કસ પરિવર્તન આવે છે.
સોનુ સૂદ: અભિનેતા સોનુ સૂદે પણ Gen-Z ના આ સંઘર્ષ અને જુસ્સાની ખુલ્લેઆમ પ્રશંસા કરતી પોસ્ટ મૂકી હતી.
વિજય વર્મા: તેમણે પણ આ પરિણામ પર ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા પછી બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના કલાકારોની આ વાયરલ પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને દેશભરમાં વિદ્યાર્થી આંદોલનની આ વિજયી ક્ષણની ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો :આમિર ખાનના સાવકા ભાઈ પર પૂર્વ પત્ની ઈવા ગ્રોવરના ગંભીર આરોપ: “ડાયરેક્ટર્સ સાથે સુવા માટે દબાણ કરતો”
આ પણ વાંચો :‘કરણે મને જોરથી થપ્પડ મારી અને ગાળો આપી’, ટીવી એક્ટ્રેસ સાનવી તલવારના ખુલાસાથી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ
આ પણ વાંચો :‘જન નાયગન’ની કમાણીમાં બીજા દિવસે મોટો ઘટાડો, છતાં વર્લ્ડવાઈડ 112.5 કરોડને પાર
