Not Set/ કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન

કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકો પોતાના શરીર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને પૌષ્ટીક આહાર લેવો જોઈએ. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ઓક્સીજન લેવલ ઘટવાની સમસ્યા વધારે સામે આવી રહી છે. ત્યારે અહીં તમને કેટલાક ફળો જણાવીશું જે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરશે અને લોહીમાં ઓક્સીજનનું સ્તર પણ સારું રાખશે. બ્લૂબેરી અને સ્ટ્રોબેરી- નિયમિત બ્લૂબેરીને […]

Health & Fitness Lifestyle
Untitled 308 કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન

કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકો પોતાના શરીર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને પૌષ્ટીક આહાર લેવો જોઈએ. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ઓક્સીજન લેવલ ઘટવાની સમસ્યા વધારે સામે આવી રહી છે. ત્યારે અહીં તમને કેટલાક ફળો જણાવીશું જે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરશે અને લોહીમાં ઓક્સીજનનું સ્તર પણ સારું રાખશે.

બ્લૂબેરી અને સ્ટ્રોબેરી- નિયમિત બ્લૂબેરીને આહાર પ્રણાલીમાં શામેલ કરવાથી લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે. બ્લૂબેરી પ્રોટીન ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, વિટામિન ઈ, સી, બી 6 અને થાયમિન જેવા પોષકતત્વોથી ભરપૂર છે.

Untitled 309 કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન

આ તમામ પોષકતત્વો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સ્ટ્રોબેરીમાં પણ રાઈબોફ્લેવિન, નિયાસીન, વિટામિન બી-6, ફોલેટ, કૈલ્શિયમ, આયર્ન, મેગ્નિશિયમ, ફોસ્ફરસ પોટેશિયમ અને ઝિંક જેવા પોષકતત્વ રહેલા છે. સ્ટ્રોબેરી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

Untitled 310 કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન

પિઅર અને પાઈન એપ્પલ- પિઅર અને પાઈન એપ્પલને નિયમિત આહાર પ્રણાલીમાં શામેલ કરવાથી ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે. પિઅરમાં વિટામીન સી, વિટામીન કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર અને કોપર જેવા પોષકતત્વ રહેલા છે. પાઈન એપ્પલ વિટામીન બી, ફોલેટ, થાયમિન, પેંટોથેનિક એસિડ, બ્રોમેલેન, નાયસિન જેવા પોષકતત્વથી ભરપૂર છે. આ તમામ પોષકતત્વો લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ફળ તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.

Untitled 311 કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન

 

કીવી અને તરબૂચ- કીવી તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. કીવીમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ અને પ્રોટીન જેવા પોષકતત્વ રહેલા છે. આ તમામ પોષકતત્વ લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

Untitled 312 કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન