Ahmedabad/ શહેરમાં વધ્યું નશાનું સેવન, ક્રાઇમ બ્રાંચે કબ્જે કર્યો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો

શહેરના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદ મા નશા નુ સેવન અને વેચાણ વધ્યુ છે.. તાજેતર મા જ ક્રાઈમ બ્રાંચે પણ એમડી ડ્રગ્સ નો મોટો જથ્થો કબ્જે કર્યો હતો…

Ahmedabad Gujarat
sssss 88 શહેરમાં વધ્યું નશાનું સેવન, ક્રાઇમ બ્રાંચે કબ્જે કર્યો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદ મા નશા નુ સેવન અને વેચાણ વધ્યુ છે.. તાજેતર મા જ ક્રાઈમ બ્રાંચે પણ એમડી ડ્રગ્સ નો મોટો જથ્થો કબ્જે કર્યો હતો.  હવે કારંજ પોલીસે એમડી ડ્રગ્સ ના પેડલરની 1.70 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જોકે મુખ્ય સપ્લાયર હજી ફરાર છે.

અમદાવાદ શહેરમા નશાનો કાળો કારોબાર ખુબજ ફૂલ્યો ફાલ્યો છે. કારંજ પોલીસે 1.70 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે મોઈનખાન ઉર્ફે પાપા પઠાણ ની ધરપકડ કરી છે. આરોપી જાન સાહેબની ગલી પાસે ડ્રગ્સ નુ વેચાણ કરતો હતો તે સમયે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી મોઈનની પુછપરછ મા શાહઆલમ ટોલ નાકા પાસે રહેતો અને એમડી ડ્રગ્સ નો સપ્લાયર મુજી નુ નામ સામે આવ્યુ છે જેની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ આરોપી મોઈનખાન પોતે ડ્રગ્સ નો બંધાણી હોવાનુ સામે આવ્યુ છે. છેલ્લા 3 વર્ષ થી ડ્રગ્સ પેડલર તરીકે લોકોને છુટક ડ્રગ્સ નુ વેચાણ કરતો હતો. પોલીસ ને શંકા ન જાય તે માટે ખજૂર નો વેપાર કરતો હતો. એટલે કે ખજૂર ના બહાને નશાનું વેચાણ કરતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી ની પિતા મુસ્તાકખાન પણ ડ્રગ્સ ના કારોબાર મા સંડોવાયેલ હતા. જેની 20 વર્ષ પહેલા પોલીસે ધરપકડ કરી હતી.

ડ્રગ્સ ના ગુનામા પેડલર અને સપ્લાયર પોલીસ ના હાથે ઝડપાતા હોય છે. પરંતુ ડ્રગ્સ લેનાર અને તેના મુખ્ય આરોપી સુધી ક્યારેય પોલીસ પહોંચી શકતી નથી. માટે જ ડ્રગ્સ ના વેપલા ને અટકાવવા મા સફળતા મળતી નથી. અને તેથી જ ડ્રગ્સ નો કાળો કારોબાર વર્ષોથી સતત ચાલી રહ્યો છે. ત્યારે જોવુ એ રહ્યુ કે કારંજ પોલીસ ની તપાસ ક્યા સુધી પહોચે છે.

Ahmedabad: શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ કરનાર લોકો વિરુદ્ધ વીજ કંપનીએ બ…

Ahmedabad: અમદાવાદમાં કબીર સિંઘ મુવીના દ્રશ્યો સર્જાયા, પ્રેમિકાના ઘરે …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો