Ahmedabad/ શહેરમાં વધ્યા આત્મહત્યાના બનાવ, બુધવારે ત્રણ લોકોએ ટુંકાવ્યા જીવન

અમદાવાદમાં બેરોજગારી, બીમારી અને ઘરકંકાસ જેવા કારણોથી આપઘાત કરવાના કિસ્સા ખુબજ વધતા જઈ  રહ્યા છે. મુશ્કેલીઓનો સામનો કરવાની જગ્યાએ તેની સામે હા

Ahmedabad Gujarat
a 126 શહેરમાં વધ્યા આત્મહત્યાના બનાવ, બુધવારે ત્રણ લોકોએ ટુંકાવ્યા જીવન

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ…

અમદાવાદમાં બેરોજગારી, બીમારી અને ઘરકંકાસ જેવા કારણોથી આપઘાત કરવાના કિસ્સા ખુબજ વધતા જઈ  રહ્યા છે. મુશ્કેલીઓનો સામનો કરવાની જગ્યાએ તેની સામે હાર માનવા વાળા લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. જેના કારણે શહેરમાં આપઘાતના રેશિયોમાં નોંધપાત્ર વધારો થયો છે.

તાજેતરની જો વાત કરીએ તો આજે બુધવારના દિવસે શહેરમાં ત્રણ આપઘાતના બનાવો બન્યા હતા. સરખેજના વન્ડરલેન્ડ પાસે આવેલા સિગ્નેચર હોમ્સમાં અમિત શ્રીવાસ નામની વ્યક્તિએ અગમ્ય કારણસર પંખાના હુકકમાં કપડું બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સરખેજ પોલીસે આપઘાતનો ચોક્કસ કારણ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.

બાપુનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં જયેશ શ્રીમાળીએ અગમ્ય કારણસર પોતાના ઘરના અંદર પંખેથી લટકીને પોતાનો જીવન ટૂંકાવ્યો હતો.બાપુનગર પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.

સરખેજ અને બાપુનગર બાદ ઓઢવમાં આત્મહત્યાનો બનાવ બન્યો હતો. હિતેશ પરમારે પોતાના ઘરે એસિડ પી લેતા ઘરના સભ્યોએ હિતેશને બચાવવા માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે મૃત જાહેર કરતા યુવકના ઘરે ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઓઢવ પોલીસે મૃતકે કેમ આત્મહત્યા કરી તે અંગે તપાસ  હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…