ગુજરાત/ રાજ્યમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, વડોદરામાં 5 લોકોને કર્યા ઘાયલ, તંત્રએ કર્યા આંખ આડા કાન

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. 12 દિવસમાં રખડતા ઢોરને લીધે 5 લોકોને ઇજા પહોંચી છે. ભાજપના વોર્ડ નં 11ના મહિલા ઉ.પ્રમુખ શિકાર બન્યા છે.

Top Stories Gujarat Vadodara
રખડતા ઢોર
  • વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્
  • 12 દિવસમાં રખડતા ઢોરને લીધે 5 લોકોને ઇજા
  • રખડતા ઢોરને 15 દિવસમાં દૂર કરવાની વાત પોકળ
  • ભાજપના વોર્ડ નં 11ના મહિલા ઉ.પ્રમુખ બન્યા શિકાર
  • મહિલા ઉપપ્રમુખને ગાયે સિંગડે ભેરવી ફંગોળ્યા
  • માથાના ભાગે ઇજા પહોંચતા 4 ટાંકા લેવા પડ્યા
  • જાગૃતિબેન પાઠક વોર્ડ 11માં ભાજપનાં ઉપપ્રમુખ

રાજ્યમાં લગભગ તમામ જિલ્લાઓમાં તમને રખડતા ઢોર નો ત્રાસ જોવા મળશે. ખાસ કરીને આ ઢોર રસ્તા પર પોતાનો અડ્ડો બનાવી લે છે અને આવતા જતા વાહનોની મુશ્કેલીઓમાં વધારો કરે છે. વડોદરામાંથી પણ આ પ્રકારની ફરિયાદો સામે આવી રહી છે.

આ પણ વાંચો – Alert! / અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નવા વેરિઅન્ટથી સંક્રમણની સંભાવના

આપને જણાવી દઇએ કે, વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મળી રહેલી માહિતી અનુસાર, 12 દિવસમાં રખડતા ઢોરને લીધે 5 લોકોને ઇજા પહોંચી છે. ભાજપનાં વોર્ડ નં 11નાં મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠક રખડતા ઢોરનાં શિકાર બન્યા છે. મહિલા ઉપપ્રમુખને ગાયે સિંગડે ભેરવી ફંગોળ્યા હતા. માથાનાં ભાગે ઇજા પહોંચતા 4 ટાંકા લેવા પડ્યા હતા.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં Omicron નો કહેર, ભારતમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ

નેતાઓ ભલે 2021 માં વિકાસ મોડલની વાતો કરતા હોય પણ જમીની સ્તર પર સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળે છે. આજે પણ તમને રાજ્યનાં લગભગ તમામ જિલ્લાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી જશે. આ રખડતા ઢોરને 15 દિવસમાં દૂર કરવાની તંત્ર દ્વારા વાતો કરવામાં આવી હતી. જે હવે પોકળ સાબિત થઇ રહી છે. તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યુ હોય તેવુ નજરે આવી રહ્યુ છે.

સળગતા સવાલ

  • શા માટે ઢોરનાં ત્રાસ પર અંકૂશ નહીં?
  • મહિલા ઉપપ્રમુખને ગાયે સિંગડે ભેરવી ફંગોળ્યા?
  • શા માટે ઢોરનાં ત્રાસથી વડોદરાવાસીઓ હેરાન?
  • સ્થાનિક તંત્ર દ્વારા કયારે લેવાશે પગલા?
  • 12 દિવસમાં 5 લોકોને ઇજા,હજી બીજાની રાહ જોવાશે?

વડોદરામાં ઢોરોનાં ત્રાસથી લોકો પણ હવે ફરિયાદ કરવા લાગ્યા છે. ત્યારે હવે તંત્ર પર સવાલ ઉભા થઇ રહ્યા છે કે શા માટે તંત્ર ઢોરનાં ત્રાસ પર અંકૂશ કરી રહ્યા નથી? વડોદરાવાસીઓ શા માટે ઢોરનાં ત્રાસથી હેરાન થઇ રહ્યા છે? તંત્ર દ્વારા ક્યારે પગલા લેવામાં આવશે? આ તમામ સવાલો ઉભા થઇ રહ્યા છે, જોવાનુ રહેશે કે તંત્ર હવે નિંદરથી જાગે છે કે પછી આંખ આડા કાન રાખે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…