Not Set/ અમદાવાદમાં વકરી રહી છે ટ્રાફિકની સમસ્યા, હાઈકોર્ટના ફટકાર બાદ પોલીસ હરકતમાં

અમદાવાદ અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટની ફટકાર બાદ શહેર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. જોકે આ સમસ્યાનો ઉકેલ માત્ર પોલીસ તંત્ર લાવી શકે તેમ નથી જ્યાં સુધી વાહન ચાલકો પણ પોતાની જવાબદારી સમજી પોતે ટ્રાફિકના કાયદાનું અમલ નહિં કરે ત્યા સુધી આ સમસ્યાનો ઉકેલ નહિં આવે. ગુજરાત હાઈકોર્ટે ઉઘડો […]

Top Stories Gujarat Trending Videos
અસ્દ્દ્સસદ્સ્દાસા અમદાવાદમાં વકરી રહી છે ટ્રાફિકની સમસ્યા, હાઈકોર્ટના ફટકાર બાદ પોલીસ હરકતમાં

અમદાવાદ

અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટની ફટકાર બાદ શહેર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. જોકે આ સમસ્યાનો ઉકેલ માત્ર પોલીસ તંત્ર લાવી શકે તેમ નથી જ્યાં સુધી વાહન ચાલકો પણ પોતાની જવાબદારી સમજી પોતે ટ્રાફિકના કાયદાનું અમલ નહિં કરે ત્યા સુધી આ સમસ્યાનો ઉકેલ નહિં આવે.

ગુજરાત હાઈકોર્ટે ઉઘડો લેતાં આબરુ બચાવવા માટે શહેર પોલીસે વાહનચાલકો પર તવાઈ લાવવાનું શરુ કરી દીધું છે. અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા માટે એકલા વાહનચાલકો જવાબદાર નથી. ચા નાસ્તાની લારીઓ પરથી હપ્તા ઉઘરાવતા સંબંધિત તંત્રની બેદરકારી પણ આ સમસ્યા માટે એટલી જ જવાબદાર છે.

હપ્તા ઉઘરાવતા હોવાના કારણે નાસ્તાની લારીઓની આજુબાજુ વાહનચાલકો વાહન પાર્ક કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ હપ્તા લેનાર સંબંધિત તંત્રને કોણ દંડ કરશે? એ મોટો સવાલ છે.

અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે ગુજરાત હાઈકોર્ટે શહેર પોલીસની સખત શબ્દોમાં ઝટકણી કરી હતી. જેના કારણે અમદાવાદ શહેર પોલીસ વાહનો પાર્ક કરતા લોકો સામે સખત કાર્યવાહી કરી રહી છે. વાહન ચાલકો જ જાણે વકરતી જતી ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર હોય તે રીતે વાહન ચાલકો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ અમદાવાદની માર્ગો પરના ફુટપાથ પર આડેધડ રીતે લારીઓ ઉભી કરનાર લારીઓના માલીકો સામે કાર્યવાહી કરાતી નથી. ચા નાસ્તાની લારીઓની આજુબાજુ વાહન ચાલકો આડેધડ રીતે વાહનો પાર્ક કરતા હોય છે.

આઈ.પી.સી ની કલમ 188 અને 283 મુજબ પોલીસે વાહન ચાલકો વિરુધ્ધ કરી કાર્યવાહી.

-વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 12 કેસ દાખલ થયા

-ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કુલ 14 કેસ દાખલ થયા

-વેજલપુર પોલીસ સ્ટેશનમાં કુલ 19 કેસ દાખલ થયા

– નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કુલ 24 કેસ દાખલ થયા

રાજપથ ક્લબના પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ તથા મેનેજમેન્ટ કમિટીના તમામ સભ્યો ઉપરાંત ૪૭ વાહનચાલકો સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ તેમજ લાઈસન્સ વિના ક્લબમાં ચાલતી આનંદપ્રમોદની પ્રવૃત્તિ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

રાજપથ ક્લબના ૧૫ હજાર જેટલા સભ્યો છે જેની સામે ક્લબમાં માત્ર ૬૦૦ કારનું જ પાર્કિંગ છે. આ સ્થિતિને કારણે ક્લબમાં આવતા મેમ્બર્સ તથા મુલાકાતીઓના પાર્કિંગ માટે ભારે અવ્યવસ્થા જેવી સ્થિતિ રોજ બરોજ થઈ જાય છે. સાંજના સમયે રોડ પર જ પાર્કિંગ થવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે.

ચોંકાવનારી બાબત એ છે કે લારીઓના માલિકો પાસેથી પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા મોટી રકમની હપ્તા વસુલી કરવામાં આવતી હોય છે. જેના કારણે લારીઓની આજુબાજુ વાહનો પાર્ક કરાય છે. જે વાહનો પણ ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે. ટ્રાફિક સમસ્યાના નામે વાહનચાલકો સામે ગુના દાખલ કરીને સંતોષ માનતું પોલીસ તંત્ર તેમજ સંબધિત દુકાનદારોને નોટિસ ફટકારીને સંતોષ માનતું મનપાનું તંત્ર પણ આ સમસ્યા માટે એટલું જ જવાબદાર છે.

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થાય તે રીતે મુલાકાતીઓ અને સભ્યોના વાહનો પાર્ક કરાવી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીના સર્વિસ રોડ પર બેરિકેડ ઊભા કરતા ક્લબના પ્રેસિડેન્ટ, કમિટીના સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત નિયમ મુજબ કોઈપણ ક્લબમાં આનંદ પ્રમોદની પ્રવૃત્તિ માટે જરૂરી લાઈસન્સ હોવું આવશ્યક છે. રાજપથ ક્લબ પાસે આવું કોઈપણ પ્રકારનું લાઈસન્સ ન હોવા છતાં આ પ્રવૃત્તિધમધોકાર ચાલતી હોવાના પગલે આ સંદર્ભે પણ વસ્ત્રાપુર પોલીસ દ્વારા પ્રેસિડેન્ટ સહિત કમિટી સભ્યો સામે ગુનો નોંધ્યો છે. રાજપથ ક્લબના 44 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આ પ્રકારે પ્રેસિડેન્ટ સહિત કમિટી મેમ્બર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

લારીઓ પરથી હપ્તા લેનાર પોલીસ આડેઘડ રીતો વાહન પાર્ક કરનાર અને લારીઓના માલીકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી. વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરનાર પોલીસ હપ્તાખોર તંત્ર વાહકો સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં એતો સમય જ બતાવશે.