દીપડો/ ગુજરાતમાં વધતો હિંસક પશુઓનો ત્રાસ, કોણે કોની હદમાં કર્યો  પ્રવેશ..?

ગુજરાતમાં વધતો હિંસક પશુઓનો ત્રાસ, કોણે કોની હદમાં કર્યો  પ્રવેશ..?

Top Stories Gujarat
indonesia 3 ગુજરાતમાં વધતો હિંસક પશુઓનો ત્રાસ, કોણે કોની હદમાં કર્યો  પ્રવેશ..?

ગુજરાત રાજ્યમાં વન્ય  હિંસક પશુનો ત્રાસ સતત વધી રહ્યો છે. પછી તે ઉત્તર ગુજરાત હોય કે દક્ષીણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર. ગુજરાત માં રોજ ક્યાંક ને કયાંક દીપડા કે પછી સિંહના હુમલાની ઘટનાઓ બહાર આવતી રહે છે. તેમાં પણ ગુજરાતમાં દીપડાના હુમલાની ઘટનામાં મોતા પાયે વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે આવા વન્ય પ્રાણીઓના જાહેર માર્ગ પર લટાર મારવાની ઘટના હોય  કે પછી વાહન સાથે અકસ્માતની ઘટનામાં પણ વધારો  થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં બે જુદાજુદા સ્થળો ઉપર દીપડો દેખાયાની  ઘટના  સામે આવી છે. જેમાં વલસાડ ડુંગરી હાઈવે પર દીપડાનું મોત થયું છે. અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતાં દીપડાનું મોત થયું છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પહોંચી હતી. અને દીપડાને ચણવઈ પીએમ માટે મોકલી દેવાયો છે.

જયારે અન્ય એક ઘટનામાં કચ્છના ખંભરામાં દીપડો દેખાયો હતો. દીપડાએ ગાયનું મારણ કર્યુ હતું. અંજાર વિસ્તારમાં દીપડાનો વીડિયો વાયરલ થયો છે. દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો