Not Set/ ગુજરાતમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોતથી સ્થાનીકોમાં ફફડાટ

ગુજરાતમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોતથી સ્થાનીકોમાં ફફડાટ

Top Stories Gujarat
indonesia 4 ગુજરાતમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોતથી સ્થાનીકોમાં ફફડાટ

ગુજરાત  સહીત દેશના અનેક રાજ્યો બર્ડ ફ્લુની ચપેટમાં આવી ગયા છે. દેશમાં અનેક સ્થળોએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને રાજ્યોને બર્ડ ફ્લુ સામે આગમચેતી પગલા ભરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે મૃત પક્ષી મળી આવતા ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટ થયા બાદ પક્ષી પ્રેમીઓમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. એક બાજુ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ પક્ષીઓ મોત ને કારણે દુખની લાગણી પણ જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં 38 કાગડાનાં શંકાસ્પદ મોત થયા છે. અંજારના ભીમાસર ગામમાં કાગડાના મોત થયાછે. ગામના તળાવ પાસેથી મૃત કાગડા મળી આવ્યા છે. બર્ડફ્લૂની દહેશત વચ્ચે ઘટનાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

તો સાથે ગીરસોમનાથમાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. ડોળાશામાં 4 કુંજ પક્ષીના શંકાસ્પદ મોત થયા છે. ચિખલીમાં ખેડૂતોના ફાર્મમાં 150 મરઘાના મોત થયા છે. ફાર્મમાં રોજ 8 થી 10 મરઘાના મોત થી રહ્યાનું પણ સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરાઈ છે.

ડાંગમાં પણ 10 થી વધુ કાગડાઓના મોત થયા છે. શંકાસ્પદ મોતને પગલે તંત્ર એલર્ટ મોડ માં આવી ગયું છે. વઘઈમાં કાગડાના શંકાસ્પદ મોતથી ભયનો માહોમ જોવા મળી રહ્યો છે.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો