Not Set/ Independence Day : હવે તમારા મોબાઈલ અને ડેસ્કટોપ પર લાઇવ દેખી શકો છો સ્વતંત્રતા દિવસ સમારોહ

15 ઓગષ્ટનાં રોજ દેશ પોતાનો 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશની રાજધાનીમાં આ પ્રસંગે આયોજીત સમારોહ જોવા માટે તમારે કોઈપણ ટીવી ચેનલ પર આધાર રાખવાની જરૂર નથી. તમે તમારા મોબાઇલ પર તેનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો. તે યુટ્યુબ અને ગુગલ સર્ચ પર લાઇવ થશે. બધી ચેનલો દૂરદર્શનનાં સૌજન્યથી આ કાર્ય પ્રસારિત કરે છે. જણાવી […]

India

15 ઓગષ્ટનાં રોજ દેશ પોતાનો 73 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશની રાજધાનીમાં આ પ્રસંગે આયોજીત સમારોહ જોવા માટે તમારે કોઈપણ ટીવી ચેનલ પર આધાર રાખવાની જરૂર નથી. તમે તમારા મોબાઇલ પર તેનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો. તે યુટ્યુબ અને ગુગલ સર્ચ પર લાઇવ થશે. બધી ચેનલો દૂરદર્શનનાં સૌજન્યથી આ કાર્ય પ્રસારિત કરે છે.

જણાવી દઇએ કે, ગૂગલે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય મહત્વનાં કાર્યક્રમોને યુ ટ્યુબ પર લાઇવ કવરેજ માટે પ્રસાર ભારતી સાથે જોડાણ કર્યું છે. પ્રસાર ભારતી એ દેશની સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ એજન્સી છે.

ગૂગલે જણાવ્યું છે કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે દુનિયાભરનાં લોકો આખી પરેડ અને વડા પ્રધાનનું ભાષણ દૂરદર્શનની યુટ્યુબ ચેનલ પર લાઇવ જોઇ શકશે. લાઇવ સ્ટ્રીમિંગ સવારે 6:30 વાગ્યેથી પ્રારંભ થઇ જશે.

જ્યારે યૂઝર્સ ‘ઈન્ડિયા ઈંન્ડિપેન્ડેન્સ ડે’ માટે સર્ચ કરશે, ત્યારે યુટ્યુબની લાઇવ ફીડની લિંક ગૂગલ સર્ચ પર ઉપલબ્ધ થશે. આ સુવિધા મોબાઇલ અને ડેસ્કટોપ બંન્ને વપરાશકર્તાઓ માટે હશે. પ્રસાર ભારતીનાં શ્રેષ્ઠ કાર્યક્રમો પણ ડિજિટલ ગ્રાહકોને વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગૂગલ, જે યુ ટ્યુબનું માલિક છે, તેણે કહ્યું, “તે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનની બે દાયકાથી વધારાનાં કંટેન્ટને ગૂગલ આર્ટ્સ એન્ડ કલ્ચર પર ડિજિટાઇઝેશન કરશે. આ કંટેન્ટ 12 થી વધુ ભારતીય ભાષાઓમાં છે.”

પ્રસાર ભારતી મુજબ આ ભાગીદારીનો મોટો ફાયદો થશે. યુવાનોમાં જાહેર પ્રસારણકર્તાની પહોંચ વધશે. તેઓ સ્માર્ટફોન અને અન્ય ઉપકરણોથી વધુ મીડિયા કંટેન્ટનો ઉપયોગ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.