Not Set/ ભારતીય અવકાશ એજન્સી -ઇસરોની  આજે 50 મી વર્ષગાંઠ

સ્વતંત્રતા કોઈ પણ દેશની વિકાસયાત્રાનું મહત્વનું પાસું છે.  સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની યાત્રા રાજકારણથી શરૂ થઈ ને  ઘણા સામાજિક સ્તરો પર થઇ ને પસાર થાય છે.  15 ઓગસ્ટ 2019 ના રોજ ભારત તેની 73 મી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીની મુસાફરીનો આ નાનકડો ઇતિહાસ ભારતની બહુ રંગીન વિકાસયાત્રાનું પ્રતીક છે. આઝાદીના  70 વર્ષોમાં, ભારતે […]

Top Stories
isaro1 ભારતીય અવકાશ એજન્સી -ઇસરોની  આજે 50 મી વર્ષગાંઠ

સ્વતંત્રતા કોઈ પણ દેશની વિકાસયાત્રાનું મહત્વનું પાસું છે.  સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની યાત્રા રાજકારણથી શરૂ થઈ ને  ઘણા સામાજિક સ્તરો પર થઇ ને પસાર થાય છે.  15 ઓગસ્ટ 2019 ના રોજ ભારત તેની 73 મી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીની મુસાફરીનો આ નાનકડો ઇતિહાસ ભારતની બહુ રંગીન વિકાસયાત્રાનું પ્રતીક છે. આઝાદીના  70 વર્ષોમાં, ભારતે ચોતરફી વિકાસ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે.

isaro ભારતીય અવકાશ એજન્સી -ઇસરોની  આજે 50 મી વર્ષગાંઠ

આ 70 વર્ષોમાં, ભારતે ચોતરફી વિકાસ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. ભારતની આ પ્રગતિ યાત્રાનો એક છેડો અંતરિક્ષ અને આકાશમાં પણ ખુલે છે. હકીકતમાં, 15 ઓગષ્ટ 2019 ના રોજ, ભારતની અંતરિક્ષ એજન્સી ઇસરો 50 વર્ષ પૂર્ણ કરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ની  સ્થાપના અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 15 ઓગસ્ટ 1969 માં થઇ હતી.

આટલા વર્ષોમાં,  ઇસરોએ 60  ટેક્નિકલી  વિકાસ પ્રક્ષેપણો, 87 ભારતીય અવકાશ ક્રાફ્ટ લોંચ, 8 વિદ્યાર્થી ઉપગ્રહ લોંચ, 2 પુન: પ્રવેશ મિશન અને 180 વિદેશી ઉપગ્રહો ( 23 દેશોના) – શ્રીહરીકોટાથી સંચાલિત કર્યા છે. એટલું જ નહીં, ઇસરોએ ચંદ્ર પર પહોંચવાના ભારતના સપનાને સફળતાપૂર્વક પૂરા કર્યા છે.

isaro2 ભારતીય અવકાશ એજન્સી -ઇસરોની  આજે 50 મી વર્ષગાંઠ

વર્ષ 2008 માં ચદ્રયાન 1 અને 2019 માં ચંદ્રયાન 2 ની સફળતાપૂર્વક લોન્ચિંગએ ભારતને સફળતાનાં નવા શિખર પર લાવીને મૂકી દીધું છે. અંગ્રેજી કહેવત “sky is limit” નો શાબ્દિક અર્થ છે “ભલે આકાશ એ મર્યાદા છે”, પરંતુ તેનો અસલી અર્થ એ છે કે જે રીતે આકાશ તેની ચતુરાઈમાં ચંદ્ર તારાઓથી ઢંકાયેલું છે, તે જ રીતે, પ્રગતિની શક્યતાઓ પણ અનંત છે. અને તે જ રીતે, તે સંભાવનાઓ હાંસલ કરવાનું વચન ખુલ્લા આકાશ જેટલું શાશ્વત છે. મંતવ્ય ન્યુઝ  પોર્ટલ તરફથી ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને હાર્દિક શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.