Not Set/ ચેન્નાઇ: રેડમાં 433 કરોડ રૂપિયાનું બ્લેકમની ઝડપાયું, રજનીકાંતની શિવાજી ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા

ચેન્નાઇ, ચેન્નાઈ અને કોઈમ્બરતૂરમાં ઇન્ક્મટેક્સની રેડમાં એટલું બધુ કાળુ નાણું પકડાયું છે કે સાંભળનારની આંખો ચકરાવે ચડે.સુપરસ્ટાર રજનીકાંતની શિવાજી ધ બોસ ફિલ્મની જેમ આ રેડમાં પણ નાણાંની હેરફેરના ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા.ચેન્નાઇમાં સરવન સ્ટોર્સ બ્રહ્માંડામઈ, રિયલ્ટી ફર્મ્સ લોટસ ગ્રૂપ અને જી-સ્કેવર પર છેલ્લા અઠવાડિયાથી ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે, જેમાં અત્યાર સુધી 433 કરોડ રૂપિયાનું બિનહિસાબી કાળુનાણું ઝડપાયું […]

Top Stories India
qqp 16 ચેન્નાઇ: રેડમાં 433 કરોડ રૂપિયાનું બ્લેકમની ઝડપાયું, રજનીકાંતની શિવાજી ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા

ચેન્નાઇ,

ચેન્નાઈ અને કોઈમ્બરતૂરમાં ઇન્ક્મટેક્સની રેડમાં એટલું બધુ કાળુ નાણું પકડાયું છે કે સાંભળનારની આંખો ચકરાવે ચડે.સુપરસ્ટાર રજનીકાંતની શિવાજી ધ બોસ ફિલ્મની જેમ આ રેડમાં પણ નાણાંની હેરફેરના ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા.ચેન્નાઇમાં સરવન સ્ટોર્સ બ્રહ્માંડામઈ, રિયલ્ટી ફર્મ્સ લોટસ ગ્રૂપ અને જી-સ્કેવર પર છેલ્લા અઠવાડિયાથી ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે, જેમાં અત્યાર સુધી 433 કરોડ રૂપિયાનું બિનહિસાબી કાળુનાણું ઝડપાયું છે.

રજનીકાન્તની શીવાજી ફિલ્મમાં એક વિલન ડોક્યુમેન્ટ અને કરોડો રૂપિયા તેના ડ્રાઇવરને આપીને બહાર તેના ગોડાઉનમાં મોકલી દે છે, અહી પણ એવા દ્રશ્યો જોવા મળ્યાં, રેડની જાણ અગાઉથી થઇ જતા આ શખ્સોએ ડોક્યુમેન્ટ્સ, મોટા પ્રમાણમાં કેશ, ગોલ્ડ અને ડાયમન્ડ્સને એસયુવી કારમાં મૂકી દીધાં હતા અને ડ્રાઈવરને સૂચના આપીને તેને બીજે મોકલી દીધો હતો, ફિલ્મી ઢબે આ જ થયું અને છેલ્લે જેમ શીવાજી ફિલ્મમાં બ્લેક મની પકડાઇ ગયું હતુ તેમ અહી પણ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઇ ગઇ છે.

નવાઇની વાત તો એ છે કે અહી એક જગ્યાએ ડોક્યુમેન્ટ્સ, સોનું અને ડાયમંડની તપાસ કરવા કબ્રસ્તાનને ખોદવું પડ્યું હતુ, આઇટી અધિકારીઓને 25 કરોડ રોકડ, 12કિલો સોનું અને 626 કેરટ્સના હીરા મળી આવ્યાં છે, સવરન સ્ટોર્સના માલિક યોગ્રાથીનમ પુન્દુરાઈ, તેમના સાથી રામાજ્યિમ ઉર્ફે બાલા કે જે લોટ્સ ગ્રૂપ અને જી-સ્કેવરના માલિક છે તેમની માલિકીની લગભગ 72 જેટલી જગ્યાઓએ આઈટીએ દરોડા પાડ્યા છે.