Not Set/ #Budget 2019: ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારામન બન્યા બીજા મહિલા કે જેમણે રજૂ કર્યું બજેટ

નાણામંત્રી નિમલા સીતારમન 5 જુલાઈ એટલે કે આજે બજેટ રજૂ કરી રહ્યા છે. 49 વર્ષ પછી કોઈ મહિલા નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા છે.આ પહેલા 1970 માં ઇન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. ઇન્દિરા ગાંધીએ એક નાણામંત્રી તરીકે 28 ફેબ્રુઆરી 1970 ના રોજ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. જો કે તે પીએમ રહેતા નાણામંત્રીના વધારાના […]

Top Stories

નાણામંત્રી નિમલા સીતારમન 5 જુલાઈ એટલે કે આજે બજેટ રજૂ કરી રહ્યા છે. 49 વર્ષ પછી કોઈ મહિલા નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા છે.આ પહેલા 1970 માં ઇન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું.

ઇન્દિરા ગાંધીએ એક નાણામંત્રી તરીકે 28 ફેબ્રુઆરી 1970 ના રોજ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. જો કે તે પીએમ રહેતા નાણામંત્રીના વધારાના ચાર્જ જોઈ રહ્યા હતા. હવે નિર્મલા સીતારમન બજેટ રજૂ કરનાર બીજી મહિલા નાણામંત્રી બન્યા છે.

પ્રથમ ફૂલ ટાઈમ નાણામંત્રી તરીકે નિર્મલાની સામે ઘણા પડકારો છે. ત્યારે આવા સમયે બજેટ લાવવામાં રહ્યાં છે, જ્યારે અર્થતંત્રની સ્થિતિ વધુ સારી નથી. રોજગારની અભાવ અને રોકાણની ગતિ ધીમી છે.

ભારતનું પ્રથમ બજેટ ક્યારે આવ્યું હતું?

18 ફેબ્રુઆરી 1860 ના રોજ બ્રિટિશ વાયસરાયની કાઉન્સિલના સભ્યો (ફાયનાન્સ) જેમ્સ વિલ્સન દ્વારા વાયરસરાયના પરિષદમાં ભારતનું પહેલું બજેટ રજૂ કરાયું હતું. તેમને કથિત રીતે  ભારતમાં એક નવી કર રચના સાથે સાથે એક નવું કાગળ મુદ્રા સ્થાપનાનું કામ સોંપવામાં આવ્યું હતું.

આઝાદ ભારતનું પ્રથમ બજેટ….

આરકે ષણમુખમ ચેટ્ટી સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી હતા, જેમણે 26 મી નવેમ્બર, 1947 માં દેશનું પ્રથમ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું.

સૌથી વધુ વાર બજેટ કોણે રજુ કર્યું…..

મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત સામાન્ય બજેટ રજૂ કર્યું, આમાંથી 8 સંપૂર્ણ બજેટ હતા અને 2 અંતરિમ બજેટ હતા. તેમણે 1959થી 1963 સુધી દર વર્ષે બજેટ રજૂ કર્યા હતા. 1967થી 1969 સુધી તેમનો બીજો કાર્યકાળ રહ્યો હતો. ઉપરાંત તેમણે 1962-63 અને 1967-68 માટે અંતરિમ બજેટ રજૂ કર્યું.

પહેલાં સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું બજેટ….

વર્ષ 2000 સુધી ફેબ્રુઆરીના છેલ્લા વર્કિંગ ડે પર સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 2001 માં નાણા પ્રધાન યશવંત સિન્હાએ આ પ્રથાને બદલી અને 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે સાંજે 5 વાગ્યાનો પહેલાનો પસંદીદાર સમય હતો. કારણ કે તે બ્રિટિશ સંસદ માટે સુવિધાજનક હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.