Not Set/ video: કુંભની તડામાર તૈયારી, 12 કરોડ શ્રદ્ધાળુઓને આવકારવા પ્રયાગરાજ સજ્જ

પ્રયાગરાજ, 15 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજમાં કુંભના મેળાની શરૂ થશે. યુપી સરકારે કુંભ મેળા માટે મોટા પાયે તૈયારીઓ કરી છે. કુંભ દરમિયાન, 12 કરોડ લોકોને પ્રયાગરાજ સુધી પહોંચવાની અપેક્ષા છે, જેમાં યુપી સરકાર ભક્તોને આકર્ષવા માટે દરેક શક્ય પ્રયાસમાં વ્યસ્ત છે. પ્રયાગરાજમાં કુંભ દરમિયાન ભક્તોને લેસર શો બતાવવામાં આવશે. કુંભ મેળાનું મહત્વ લેસર શો દ્વારા ભક્તોને […]

Top Stories India Trending
ko 3 video: કુંભની તડામાર તૈયારી, 12 કરોડ શ્રદ્ધાળુઓને આવકારવા પ્રયાગરાજ સજ્જ

પ્રયાગરાજ,

15 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજમાં કુંભના મેળાની શરૂ થશે. યુપી સરકારે કુંભ મેળા માટે મોટા પાયે તૈયારીઓ કરી છે. કુંભ દરમિયાન, 12 કરોડ લોકોને પ્રયાગરાજ સુધી પહોંચવાની અપેક્ષા છે, જેમાં યુપી સરકાર ભક્તોને આકર્ષવા માટે દરેક શક્ય પ્રયાસમાં વ્યસ્ત છે.

પ્રયાગરાજમાં કુંભ દરમિયાન ભક્તોને લેસર શો બતાવવામાં આવશે. કુંભ મેળાનું મહત્વ લેસર શો દ્વારા ભક્તોને સમજાશે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ તેના ટ્વિટર હેન્ડલ પર લેસર શોનો વીડીયો શેર કર્યો છે. આ વીડીયો બતાવામાં આવી રહ્યું છે કે કંઈ રીતે ચાર સ્થળોએ અમૃતના ટીપા  પડ્યા હતા અને હવે ત્યાં કુંભ મેળા યોજાય છે. વીડીયોમાં એવી પણ નોંધ કરવામાં આવી છે કે કુંભ મેળા ગંગા-યમુનાની સંગમ સ્થળે અને અદ્રશ્ય સરસ્વતી જે સંગમ  સ્થળ પર કુંભ મેળાનું આયોજન થાય છે, પ્રયાગરાજમાં તે જ જગ્યાએ અમૃતના ટીપા પડ્યા હતા.

ગ્રંથો અનુસાર, ચાર વિશિષ્ટ સ્થળો છે જ્યાં કુંભ મેળા યોજાય છે. આ ચાર સ્થળો, નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે, ઉજજૈનમાં ક્ષિપા નદીના કાંઠે, હરિદ્વારના ગંગા નદીના કાંઠે અને ગંગા-યમુના અને સરસ્વતીના સંગમ પર પ્રયાગ રાજમાં.

આપને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે, કુંભ મેળા શરૂ થશે. કલ્પવાસી સંગમએ પહોંચવાના શરૂ ત્ઘી ગયા છે. જણાવીએ કે આ વખતે કુંભ મેળો 45 કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલો છે અગાઉ તે 20 કિમી ત્રિજ્યા અંદર હતો.