Not Set/ 20 કરોડ કરતાં વધારે લોકોનો રસીકરણ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 20 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. મહત્વનો મુદ્દો એ છે કે વિશ્વમાં અમેરિકા પછી આટલા મોટા પ્રમાણમાં લોકોનું રસીકરણ કરવાની

Top Stories India
vaccination corona 20 કરોડ કરતાં વધારે લોકોનો રસીકરણ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 20 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. મહત્વનો મુદ્દો એ છે કે વિશ્વમાં અમેરિકા પછી આટલા મોટા પ્રમાણમાં લોકોનું રસીકરણ કરવાની સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે.બુધવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે અમેરિકા પછી ભારત કોવિડ 19ની રસીના 20 કરોડથી વધુ ડોઝ લગાવનાર વિશ્વનો બીજો દેશ બની ચૂક્યો છે.

India to launch world's biggest coronavirus vaccination programme from  January 16, details here - The Financial Express

મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ભારતે 130 દિવસમાં આ રસીકરણનો આંકડો પાર કર્યો છે જ્યારે અમેરિકા જેવી મહાસત્તાએ આ આંકડો 124 દિવસમાં પૂરો કર્યો હતો.ભારતના આરોગ્ય મંત્રાલયે દ્વારા અપાયેલી માહિતી મુજબ રસીકરણ અભિયાનના 130માં દિવસે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઇ ચૂક્યુ છે. જેમાં 15,71,49,593 લોકોને રસીનો પહેલો ડોઝ અને 4,35,12,863 લોકોને રસીનો બીજો ડોઝ લાગી ચૂક્યો છે.

corona vaccination 20 કરોડ કરતાં વધારે લોકોનો રસીકરણ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો

સરકારી આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધી દેશમાં 45થી વધુ વયના 34 ટકા લોકો રસીનો પહેલો ડોઝ લઇ ચૂક્યા છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના 42 ટકાથી લોકોને રસીનો પહેલો ડોઝ લાગી ગયો છે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

sago str 26 20 કરોડ કરતાં વધારે લોકોનો રસીકરણ કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો