Not Set/ મરતા પહેલા ડ્રાઇવરે 28 ગુજરાતી મુસાફરોના જીવ બચાવ્યા

ગંગોત્રી ધામના દર્શન કરીને આવી રહેલી એક બસના ડ્રાઇવરને ચાલુ બસમાં હદય રોગનો હુમલો આવ્યો હતો, જેને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ભટવાડી પાસે અચાનક જ ડ્રાઇવર ભરતસિંહ પવારની તબિયત લથડી ગઇ હતી. જેથી તેમને તાત્કાલિક બસને રસ્તાની બાજુમાં પાર્ક કરી દીધી હતી અને તરત જ તે બેભાન થઈ ગયા હતા. […]

Top Stories India
wwp 7 મરતા પહેલા ડ્રાઇવરે 28 ગુજરાતી મુસાફરોના જીવ બચાવ્યા

ગંગોત્રી ધામના દર્શન કરીને આવી રહેલી એક બસના ડ્રાઇવરને ચાલુ બસમાં હદય રોગનો હુમલો આવ્યો હતો, જેને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ભટવાડી પાસે અચાનક જ ડ્રાઇવર ભરતસિંહ પવારની તબિયત લથડી ગઇ હતી. જેથી તેમને તાત્કાલિક બસને રસ્તાની બાજુમાં પાર્ક કરી દીધી હતી અને તરત જ તે બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.જો કે ડ્રાઇવર ભરતસિંહની સમય સૂચકતાના કારણે બસમાં રહેલા 28 ગુજરાતી મુસાફરોના જીવ બચી ગયા હતા. મરતા પહેલા તેઓએ એક ઉત્તમ કામ કર્યું છે.

મૃતક ડ્રાઇવર ભરતસિંહ પવાર ઋષિકેષનાં રહેવાસી હતા અને વર્ષોથી યાત્રાળુઓની બસના ડ્રાઇવર હતા. જો કે હવે તે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ દુનિયા છોડતા પહેલા તેમને લોકોને બચાવીને અનેક પરિવારોને વેરવિખેર થતા બચાવી લીધા છે.