Not Set/ મુઝફફરપુર શેલ્ટર હોમની છોકરીઓને અશ્લીલ ડાન્સ અને સેક્સ કરવા માટે કરાતા હતા મજબુર : CBI

બિહારમાં મુઝફ્ફ્પુર શેલ્ટર હોમનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શેલ્ટર હોમની છોકરીઓનું યૌન શોષણ કરાવનાર મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરનું નામ સામે આવ્યું છે. બ્રિજેશ ઠાકુર શેલ્ટર હોમમાં રહેતી છોકરીઓ સાથે અશ્લીલ ડાન્સ કરાવતો અને પોતાના સાથે ગેસ્ટ હાઉસમાં સેક્સ કરવા માટે મજબુર કરતો હતો. સીબીઆઈ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ મામલે સીબીઆઈએ […]

Top Stories India Trending
MuzafarrpurShelterHome મુઝફફરપુર શેલ્ટર હોમની છોકરીઓને અશ્લીલ ડાન્સ અને સેક્સ કરવા માટે કરાતા હતા મજબુર : CBI

બિહારમાં મુઝફ્ફ્પુર શેલ્ટર હોમનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શેલ્ટર હોમની છોકરીઓનું યૌન શોષણ કરાવનાર મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરનું નામ સામે આવ્યું છે.

Image result for muzaffarpur shelter home

બ્રિજેશ ઠાકુર શેલ્ટર હોમમાં રહેતી છોકરીઓ સાથે અશ્લીલ ડાન્સ કરાવતો અને પોતાના સાથે ગેસ્ટ હાઉસમાં સેક્સ કરવા માટે મજબુર કરતો હતો.

સીબીઆઈ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ મામલે સીબીઆઈએ ૭૩ પેજની ચાર્જશીટ તૈયાર કરી હતી જેમાં આ વાત સામે આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાર્જશીટમાં જે છોકરીએ ગેસ્ટનું મનોરંજન કરવાની ના પડી દીધી તો તેને માત્ર રોટલી અને સલાડ જ જમવા માટે અપાયું જયારે જે છોકરીએ સારો ડાન્સ કર્યો તેને સારું જમવાનું આપવામાં આવ્યું. ચાર્જશીટમાં તે અધિકારીઓ વિષે કઈ લખવામાં નથી આવ્યું જે શેલ્ટર હોમની આવી સ્થિતિ જાણ્યા હોવા છતાં છોકરીઓની સુરક્ષા નથી કરી શકતા.

તપાસ કરતા માલુમ પડ્યું કે ઠાકુરના મહેમનાઓએ છોકરીઓને કોઈ નશીલી વસ્તુ ખવડાવી અને ત્યારબાદ તેમનો બળાત્કાર કરતા હતા.ચાર્જશીટમાં ઠાકુર સહિત કુલ ૨૧ લોકોના નામ છે અને ૩૩ પીડિતોનો પણ સમાવેશ થાય છે.

જો કે બાળ અધિકાર કાર્યકર્તા અને વકીલ કેડી મિશ્રાએ કહ્યું કે સીબીઆઈને તે બધા અધિકારીઓ વિશે ખબર હતી તેમ છતાં શા માટે છોડી દીધા. મિશ્રાએ કહ્યું કે POSCO એક્ટમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ અપરાધીની જાણકારી હોય તો તે પોલીસને જાણકારી આપે. અધિકારીઓના  મામલે રીપોર્ટ શા માટે કરવામાં ન આવી, કેમ કે તેમને ૨૦૧૮ની શરૂઆતથી જ આ મામલાની જાણકારી હતી ?

વધુમાં તેમણે કહ્યું કે મેં સચિવાલય પોલીસ સ્ટેશન અને પોલીસ મહાનિર્દેશક અને બિહારના કાર્યાલયમાં ફરિયાદ નોધાઇ છે. પરંતુ બંનેમાંથી કોઈએ આ વાતને ધ્યાન નહોતું આપ્યું. મિશ્રાએ કહ્યું કે તેઓ આ મુદ્દાને કોર્ટ સુધી લઇ જશે.