ઝારખંડ,
ઝારખંડના બોકારોમાં એક યુવકે પત્નીને વીડીયો કૉલ કરી આત્મહત્યા કરી લીધી છે. પત્ની કામની શોધમાં પટના ગઈ હતી.પતિ તેને પછી આવવા કહેતો હતો, પરંતુ પત્ની થોડાક દિવસ પાછી આવાની કહી રહી હતી.બંનેએ બે મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા.
મૃતક ગૌતમ મંડલ કોલકાતાનો નિવાસી હતો. લગ્ન પછીથી તે પત્ની સાથે બોકારોના ચાસ સ્થિત કુવંર સિંહ કોલોનીમાં રહેતો હતો. પત્ની ડૉલી દેવલીનું કહેવું છે કે ગૌતમ કોઈ પણ કામ કરતો નહતો. તેથી તે કામની શોધમાં પટના ગઈ હતી.બુધવારની રાત્રીએ ગૌતમ તેને વીડીયો કૉલ કરી પરત આવામાં માટે પાછો આવવા માટે જીદ કરવા લાગ્યો હતો. જોકે ડોલી તેની વાતને સાંભળી નહીં. જેના પછી ગૌતમે આત્મહત્યા કરવાની વાત કરી ફોન કાપી નાખ્યો હતો. હતી.
ડોલીના અનુસાર, જ્યારે તે ગુરુવારે સવારે બોકારો પરત આવી, ત્યારે તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જેના પછી તેણે તેની માહિતી પોલીસને આપી. પોલીસે દરવાજો તોડયો તો ઘરની અંદરથી ગૌતમની લાશ લટકી રહી હતી. પોલીસ ડોલીને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી રહી છે. ઘટના સ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી.
