Not Set/ ઘઉં પરની આયાત ડ્યુટીમાં 10 ટકાનો વધારો, આ વર્ષે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થશે

નવી દિલ્હી, દેશના ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળી રહે અને ખેડૂતોને રાહત મળે  માટે સરકારે ઘઉં પરના આયાત શુલ્કમાં 10 ટકાનો વધારો કર્યો છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલી અધિસૂચના મુજબ આયાત શુલ્કને વર્તમાન 30 ટકાથી વધારીને 40 ટકા કરાયું છે. દેશમાં આ વર્ષે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવું અનુમાન છે. તેથી આયાતમાં વધારે નફો […]

India Business
Wheat ઘઉં પરની આયાત ડ્યુટીમાં 10 ટકાનો વધારો, આ વર્ષે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થશે

નવી દિલ્હી,

દેશના ખેડૂતોને ઘઉંના સારા ભાવ મળી રહે અને ખેડૂતોને રાહત મળે  માટે સરકારે ઘઉં પરના આયાત શુલ્કમાં 10 ટકાનો વધારો કર્યો છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલી અધિસૂચના મુજબ આયાત શુલ્કને વર્તમાન 30 ટકાથી વધારીને 40 ટકા કરાયું છે. દેશમાં આ વર્ષે ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવું અનુમાન છે. તેથી આયાતમાં વધારે નફો ના થાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે આ પગલું લીધું છે.

દેશમાં ઘઉંની વધારે આયાત થાય તેવી સ્થિતિમાં ઘરેલુ બજારમાં વિદેશી ઘઉંની સપ્લાઇ વધશે જેને કારણે ઘરેલુ બજારમાં ઘઉંના ભાવમાં દબાણ આવશે. સરકારે આ કારણોસર આયાત શુલ્કમાં વધારો કર્યો છે.

કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં 991 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે જે અત્યારસુધીનું સર્વાધિક ઉત્પાદન હશે. ખેડૂતો દ્વારા ઉત્પાદન કરાયેલા ઘઉંની ખરીદ માટે કેન્દ્ર સરકારે આ વર્ષે પ્રતિ ક્વિંટલ 1840 રૂપિયાનું મૂલ્ય નિર્ધારિત કર્યું છે.

સરકારી એજન્સીઓ અત્યારસુધી ખેડૂતો પાસેથી 55.17 લાખ ટન ઘઉંની ખરીદી કરી ચૂકી છે. જેમાં હરિયાણામાં 28.54 લાખ ટન, મધ્યપ્રદેશ 18.89 લાખ ટન, પંજાબથી 2.90 લાખ ટન, ઉત્તર પ્રદેશથી 2.78 લાખ ટન અને રાજસ્થાનથી 1.97 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. અન્ય રાજ્યોમાંથી પણ ઘઉંની ખરીદી કરાઇ છે.