Not Set/ હવે ઘટશે કેન્સરની ટ્રીટમેન્ટનો ખર્ચ !

ભારતમાં દર વર્ષે લગભગ સાત લાખ દર્દીઓ વિવિધ પ્રકારના કેન્સરને કારણે મૃત્યુ પામે છે. આ મૃત્યુદર તેમજ કેન્સરની સારવાર પાછળ થતા નાણાંકીય બોજને ઘટાડવા માટે ઇન્ટાસ દ્વારા પરવડે એવી ચિકિત્સા પદ્ધતિ શોધવામાં આવી છે. આ પગલાંથી ભારતમાં કેન્સરના દર્દીઓ માટે સારવાર પરવડે એવી થશે. ભારતની ઝડપથી વિકસી રહેલી કંપની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે એક મહત્વની દવાની જાહેરાત […]

Health & Fitness
cancer stop હવે ઘટશે કેન્સરની ટ્રીટમેન્ટનો ખર્ચ !

ભારતમાં દર વર્ષે લગભગ સાત લાખ દર્દીઓ વિવિધ પ્રકારના કેન્સરને કારણે મૃત્યુ પામે છે. આ મૃત્યુદર તેમજ કેન્સરની સારવાર પાછળ થતા નાણાંકીય બોજને ઘટાડવા માટે ઇન્ટાસ દ્વારા પરવડે એવી ચિકિત્સા પદ્ધતિ શોધવામાં આવી છે. આ પગલાંથી ભારતમાં કેન્સરના દર્દીઓ માટે સારવાર પરવડે એવી થશે. ભારતની ઝડપથી વિકસી રહેલી કંપની ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે એક મહત્વની દવાની જાહેરાત કરી છે જેના કારણે કેન્સરના દર્દીઓને બહુ મોટી રાહત મળશે. કેન્સરના જે દર્દીઓ વધારે કિંમતને કારણે Bevacizumab દવાઓનો ઉપયોગ નહોતા કરી શકતા તેના માટે હવે Intasની bevacizumab થેરપી ઉપલબ્ધ છે જેનો 400mg વેરિઅન્ટનો ડોઝ રૂ. 39995માં ઉપલબ્ધ છે. તેનાથી લગભગ 60% ટકા જેટલો ખર્ચ ઓછો છે.