Not Set/ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 33મી પૂણ્યતિથિ છે, ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં આવેલા શક્તિ સ્થળ ખાતે ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસ ટ્વીટ કરીને ઇન્દિરા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી છે. કોંગ્રેસ […]

India
Indira death anniversary કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આજે 33મી પૂણ્યતિથિ છે, ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં આવેલા શક્તિ સ્થળ ખાતે ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસ ટ્વીટ કરીને ઇન્દિરા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી છે.

કોંગ્રેસ ટ્વીટ કરી લખ્યુ કે, ભારત અને ભારતના લોકો માટે ઇન્દિરા ગાંધી અને તેમનું જૂનૂન યાદગાર છે, તે એક એવી નેતા હતી જેમનો દ્દઢ વિશ્વાસ અદ્વિતીય હતો. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પુણ્યતિથિના પ્રસંગે શ્રદ્ઘાંજલિ આપી.