Not Set/ યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપ્યા, અમારા પાસે પુરાવા છે: સુરજેવાળા

દિલ્હી, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ શુક્રવારે ભાજપ પર નિશાન તાકાત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને રૂ. 1800 કરોડની લાંચ આપી છે. અમારી પાસે પુરાવા છે ડાયરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદ રહેતા ભાજપના નેતાઓને કરોડો રૂપિયા આપ્યા. સુરજેવાળાએ એક રીપોર્ટ અનુસાર કહ્યું કે મોદી સહિતના તેમના કેબિનેટના બધા […]

Top Stories India Trending
noo 7 યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપ્યા, અમારા પાસે પુરાવા છે: સુરજેવાળા

દિલ્હી,

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ શુક્રવારે ભાજપ પર નિશાન તાકાત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓને રૂ. 1800 કરોડની લાંચ આપી છે. અમારી પાસે પુરાવા છે ડાયરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદ રહેતા ભાજપના નેતાઓને કરોડો રૂપિયા આપ્યા.

સુરજેવાળાએ એક રીપોર્ટ અનુસાર કહ્યું કે મોદી સહિતના તેમના કેબિનેટના બધા મંત્રીઓ પર 1800 કરોડ રૂપિયાનું લાંચનો આરોપ છે. આ એ લોકો છે જે દેશ ચલાવે છે. તેમણે કહ્યું કે યેદિયુરપ્પા અને ભાજપ નેતાઓ વચ્ચે કરોડોની લેણદેણ થયું.

સુરજેવાળાએ કહ્યું કે ડાયરી મુજબ 2690 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી, પરંતુ યેદિયુરપ્પાએ ભાજપને 1800 કરોડ રૂપિયા આપ્યા. યેદિયુરપ્પા તે સમયે કર્નાટકના સીએમ હતા. સુરજેવાળાએ કહ્યું કે જો આ ડાયરીમાં કોઈ પણ સત્ય નથી તો ભાજપ તેની તપાસ શા માટે નથી કરવામાં આવી રહી અને જો તે સત્ય છે તો શું આ બીજેપીના ભ્રષ્ટાચારના પુરાવા છે. હવે તો લોકપાલ અને બીજા બોડીઝ પણ છે.