Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 11000 નવા કેસ, હાલ 1.33 લાખ એક્ટિવ કેસ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 11000 નવા કેસ, હાલ 1.33 લાખ એક્ટિવ કેસ

India
bansuri 3 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 11000 નવા કેસ, હાલ 1.33 લાખ એક્ટિવ કેસ
  • એકસમાન નવા-રિકવરી કેસ
  • નવા 11 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર
  • દેશમાં હાલ 33 લાખ એક્ટિવ કેસ
  • મહારાષ્ટ્ર-કેરળમાં કોરોનાનો પુન: ઉપદ્રવ
  • મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 3663 કેસ
  • કેરળમાં કોરોનાનાં નવા 4937 કેસ
  • દેશમાં અત્યાર સુધીમાં 1.36 લાખ લોકોને ચેપ લાગ્યો
  • 90 લાખ રસી આપવામાં આવી છે

ભારતમાં રસીકરણ ચાલુ થઇ ચુક્યુ છે. અંદાજે ૯૦ લાખ લોકોને કોરોના રસી અપાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 11,610 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે અને 100 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11,833 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તે જ સમયે, 90 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

Image result for corona india

આરોગ્ય મંત્રાલયના નવીનતમ આંકડા મુજબ હવે દેશમાં કુલ કોરોના કેસ વધીને 1,09,37૦૦૦ થયા છે. જયારે કુલ 1,55,913 લોકો માર્યા ગયા છે. જયારે 1,06, 44૦૦૦ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 1,36૦૦૦ પર આવી ગઈ છે, જેઓ સારવાર લઈ રહ્યા છે.

17 રાજ્યોમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી

છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી દેશમાં 100 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત થયા છે. પરંતુ દેશમાં એવા 17 રાજ્યો પણ છે જ્યાં એક પણ ચેપગ્રસ્ત વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામ્યો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા પરથી આ માહિતી મળી છે. આ 17 રાજ્યોમાં અંદમાન અને નોકોબાર આઇલેન્ડ્સ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ નો સમાવેશ થાય છે.

Image result for corona india

21 મિલિયન કોરોના પરીક્ષણ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, 16 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસ માટે કુલ 20.97 મિલિયન કોરોના નમૂનાઓ પરીક્ષણ કરાયા હતા, જેમાં ગઈકાલે 6.44 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના રીકવરી દર 90 ટકાથી વધુ છે.

કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં 17 મા ક્રમે છે. કોરોના ચેપની સંખ્યા દ્વારા ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ