Not Set/ દેશમાં સતત ચોથા દિવસે 45 હજારથી વધુ કોરોના કેસ નોધાયા, કેરળમાં વાયરસ બન્યો બેકાબૂ

દેશભરમાં કોરોનાના કેસ વધવાનું મુખ્ય કારણ કેરળ છે. કેરળમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના ચેપના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Top Stories India
કેરળમાં કોરોના

ભારતમાં કોરોનાવાયરસના કેસમાં ફર એકવાર ઉછાળો જોવા અલી રહ્યો છે. કેરળમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ વધી રહ્યું છે. સતત ચોથા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા અને 460 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તે જ સમયે, 24 કલાકમાં 35,840 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 8783 સક્રિય કેસ વધ્યા છે.

આ સતત ચોથો દિવસ છે, જ્યારે દેશમાં 40 હજારથી વધુ કોરોના કેસ આવ્યા છે. ગુરુવારે 46164, શુક્રવારે 44658, શનિવારે 46759 કોરોના કેસ હતા. દેશભરમાં કોરોનાના કેસ વધવાનું મુખ્ય કારણ કેરળ છે. કેરળમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના ચેપના 30 હજારથી વધુ કેસ નોંધાયા હતા, ત્યારબાદ કુલ કેસ વધીને 39 લાખ 77 હજાર 572 થયા હતા. જોકે, ચેપનો દર 27 ઓગસ્ટના 19.22 ટકાથી ઘટીને 18.67 ટકા થયો છે.

ભારતમાં કુલ કોરોના કેસ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 26 લાખ 95 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 37 હજાર 830 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 18 લાખ 88 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ત્રણ લાખથી વધુ છે. કુલ 3 લાખ 68 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના કુલ કેસ – ત્રણ કરોડ 26 લાખ 95 હજાર 30

કુલ ડીસ્ચાર્જ – ત્રણ કરોડ 18 લાખ 88 હજાર 642

કુલ એક્ટીવ કેસ – ત્રણ લાખ 68 હજાર 558

કુલ મૃત્યુ- ચાર લાખ 37 હજાર 830

કુલ રસીકરણ – 63 કરોડ 9 લાખ 17 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા