Not Set/ વીર સાવરકર વિરુદ્ધ ટ્વીટ કરવા મામલે રાહુલ ગાંધીની પૂછપરછ કરશે મુંબઇ પોલીસ

મુંબઈ, વીર સાવરકર વિરુદ્ધ કરેલા ટ્વિટ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે મુંબઈ પોલીસને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2016 માં રાહુલ ગાંધીએ વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કર્યું હતું. આ કેસમાં રાહુલ ગાંધી મુંબઇની ભોઇવાડા કોર્ટમાં ગેરહાજર રહ્યા બાદ કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા છે. વીર સાવરકર પરની ટિપ્પણીના મામલે મુંબઈ […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 16 વીર સાવરકર વિરુદ્ધ ટ્વીટ કરવા મામલે રાહુલ ગાંધીની પૂછપરછ કરશે મુંબઇ પોલીસ

મુંબઈ,

વીર સાવરકર વિરુદ્ધ કરેલા ટ્વિટ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે મુંબઈ પોલીસને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2016 માં રાહુલ ગાંધીએ વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કર્યું હતું. આ કેસમાં રાહુલ ગાંધી મુંબઇની ભોઇવાડા કોર્ટમાં ગેરહાજર રહ્યા બાદ કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા છે. વીર સાવરકર પરની ટિપ્પણીના મામલે મુંબઈ પોલીસ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરશે.

સ્વાતંત્ર્ય વીર સાવરકર સંસ્થાએ દાવો કર્યો છે કે બુધવારે મુંબઇની ભોઇવાડા કોર્ટે આ કેસમાં આઈપીસીની કલમ 202 હેઠળ મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે.

જણાવી દઈએ કે વર્ષ 2016 માં રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય વીર સાવરકર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ સંસ્થાના રણજીત સાવરકરે રાહુલ ગાંધી વિરુદ્ધ મુંબઈ પોલીસના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં વીર સાવરકરને બદનામ કરવાનો આરોપ લગાવી રાહુલ ગાંધી વિરુદ્ધ આઈપીસી 499 અને 500 હેઠળ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ફરિયાદીના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીની ગેરહાજરી બાદ મુંબઈની ભોઇવાડા મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીની તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહેલેથી જ ઘણા કેસોમાં મુંબઈની અનેક અદાલતોના ચક્કર લગાવી રહ્યા છે.

આરએસએસ વિરુધ્ધ બયાનબાજી મામલે રાહુલ ગાંધી જામીન પર બહાર છે. હવે રાહુલ ગાંધી ઉપર એક નવી કાનૂની તલવાર લટકી રહી છે. આ નવા કેસમાં રાહુલ ગાંધીની તપાસ બાદ મુંબઇ પોલીસ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ કોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આગામી સુનાવણીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખને લગતી તેની આગળની કાર્યવાહીનો નિર્ણય લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.