ICC Women's World Cup/ ભારતે પાકિસ્તાનને 107 રનથી આપી કારમી હાર,રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ લીધી

ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.મહિલા વનડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે 245 રનનો લક્ષ્યાંક રાખ્યો છે

Top Stories Sports
15 2 ભારતે પાકિસ્તાનને 107 રનથી આપી કારમી હાર,રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ લીધી

ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.મહિલા વનડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે 245 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાએ શાનદાર ઇનિંગ રમી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 97 બોલમાં 122 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી પૂજાએ 59 બોલમાં સૌથી વધુ 67 રન બનાવ્યા હતા તેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ હતી.કોઇપણ ખેલાડી ટકી શક્યો ન હતોપાકિસ્તાન તરફથી સિદ્રા અમીને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી લેફ્ટ આર્મ સ્પિનર ​​રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ઝુલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ 2-2થી સફળતા મેળવી હતી. દીપ્તિ શર્મા અને મેઘના સિંહને એક-એક વિકેટ મળી હતી.

ઉલ્લેખનીય છે કે  ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. શેફાલી વર્મા શૂન્ય રને આઉટ થઈ ગઈ. આ પછી દીપ્તિ શર્મા અને સ્મૃતિ મંધાનાએ મળીને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું. બીજી વિકેટ માટે બંને વચ્ચે 116 બોલમાં 92 રનની ભાગીદારી નોંધાઈ હતી. 96 રનના કુલ સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. દીપ્તિ 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિએ ODI કારકિર્દીની 21મી અડધી સદી ફટકારી હતી. જોકે, તે પછી તે લાંબો સમય ટકી શકી નહીં.જ્યારે પાકિસ્તનાની આખી ટીમ માત્ર 43 ઓવરમાં 137 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.