Not Set/ સપના ચૌધરીની ભાજપમાં એન્ટ્રી, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોજ તિવારીની હાજરીમાં સંભાળ્યું પાર્ટીનું સભ્યપદ

દિલ્હી, હરિયાણાના જાણીતી ડાન્સર અને ગાયક સપના ચૌધરીએ અંતે રવિવારે ભાજપમાં જોડાઈ ગઈ છે. રવિવારે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેણે ભાજપનું સભ્યપદ લીધું. આ સમય દરમિયાન ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણ, ડો. હર્ષવર્ધન સિંહ અને મનોજ તિવારી સહિત ઘણા અન્ય નેતાઓ હાજર હતા. સપના ચૌધરી રવિવારના રોજ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પહોંચી, અહિયાં તેને બીજેપીની ઉમેદવારી ગ્રહણ […]

Top Stories India
tdfidwb 3 સપના ચૌધરીની ભાજપમાં એન્ટ્રી, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોજ તિવારીની હાજરીમાં સંભાળ્યું પાર્ટીનું સભ્યપદ

દિલ્હી,

હરિયાણાના જાણીતી ડાન્સર અને ગાયક સપના ચૌધરીએ અંતે રવિવારે ભાજપમાં જોડાઈ ગઈ છે. રવિવારે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેણે ભાજપનું સભ્યપદ લીધું. આ સમય દરમિયાન ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણ, ડો. હર્ષવર્ધન સિંહ અને મનોજ તિવારી સહિત ઘણા અન્ય નેતાઓ હાજર હતા.

સપના ચૌધરી રવિવારના રોજ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પહોંચી, અહિયાં તેને બીજેપીની ઉમેદવારી ગ્રહણ કરી.ઉલ્લેખનીય છે કે ભાજપ સમગ્ર દેશમાં સભ્યપદ અભિયાન ચલાવી રહ્યું છે. આના હેઠળ, સપના ચૌધરી દિલ્હીમાં બીજેપીના પ્રથમ સભ્ય બની છે.

આપને જણાવી દઈએ કે દિલ્હીમાં લોકસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પૂર્વ દિલ્હીથી ભાજપ ઉમેદવાર મનોજ તિવારી અને ભોજપુરી ગાયક ખેસારી લાલ માટે સપના ચૌધરીએ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેણે એક ભવ્ય રોડ શો કર્યો હતો.

ભાજપે શનિવારે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 118 મી જન્મજયંતિ પર નવ કરોડ નવા સદસ્ય માટે દેશવ્યાપી સભ્યપદ અભિયાન શરૂ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને વારાણસીમાં શુભારંભ કર્યું હતું.

તેમની સાથે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. તો ત્યાં જ ગૃહમંત્રી અમિત શાહે તેલંગણાની રાજધાની હૈદરાબાદથી આ  ઝુંબેશનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત, તમામ વરિષ્ઠ ભાજપના નેતાઓએ તેમના ક્ષેત્રમાં ઝુંબેશ શરૂ કર્યું હતું. હાલમાં, 11 કરોડ સભ્યો વાળી ભાજપ તેનો વિસ્તાર 200 કરોડ સભ્યો સુધી લંબાવવા માંગે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.