Not Set/ દિલ્લી : ઠંડીમાં બેઘર લોકોને મળશે આશરો, AIIMS ના સબવેમાં વિતાવી શકશે રાત

દિલ્લી બુધવારે દિલ્લીનું તાપમાન ૫.૨ ડીગ્રી નોંધાયું હતું. દિલ્લીમાં ઠંડીનો પ્રકોપ ઘણો વધી રહ્યો છે તેવામાં આજે ઠંડીનો પારો ૪ ડીગ્રી સુધી પણ પહોચી શકે છે. ઠંડીએ બેઘર લોકો માટે દુશ્મન બની જાય છે. રસ્તા પર સુતેલા લોકોને કાતિલ ઠંડીમાં આખી રાત વિતાવવી પડે છે. આ પરિસ્થતિને લઈને દિલ્લી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડે ન્યુ દિલ્લી […]

Top Stories India Trending

દિલ્લી

બુધવારે દિલ્લીનું તાપમાન ૫.૨ ડીગ્રી નોંધાયું હતું. દિલ્લીમાં ઠંડીનો પ્રકોપ ઘણો વધી રહ્યો છે તેવામાં આજે ઠંડીનો પારો ૪ ડીગ્રી સુધી પણ પહોચી શકે છે.

ઠંડીએ બેઘર લોકો માટે દુશ્મન બની જાય છે. રસ્તા પર સુતેલા લોકોને કાતિલ ઠંડીમાં આખી રાત વિતાવવી પડે છે.

આ પરિસ્થતિને લઈને દિલ્લી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડે ન્યુ દિલ્લી મ્યુનિસિપલ કાઉન્સિલમાં એમ્સમાં બેઘર લોકોને રાખવાનું કહ્યું છે. એમ્સમાં બેઘર લોકોને રાખવાની સગવડતા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સબવે ખુલી જતા દિલ્લીમાં રાત્રે ઠંડીમાં બહાર સુતા લોકોને રાહત મળશે.

સુત્રીના જણાવ્યા પ્રમાણે DUSIB ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બેઘર લોકોની સંખ્યા ઘણી વધારે છે. કાતિલ ઠંડીમાં દર્દી સાથે આવેલા લોકો એમ્સની બહાર ફૂટપાઠ પર જ સુઈ જાય છે.

ઠંડીથી બચવા માટે અમે એમ્સની નજીક એક શેલ્ટર હોમ બનાવ્યું છે જેના લીધે તે લોકો ત્યાં રાત વિતાવી શકે. આ ઉપરાંત ખાલી પડી રહેલા પ્લોટમાં પણ બીજા ચાર ટેન્ટવાળા શેલ્ટર હોમ બનાવ્યા છે. તો બીજી તરફ એક અધિકારીએ કહ્યું હતું કે આ શેલ્ટર હોમમાં દરેકને રહેવાની પરવાનગી નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ૪ શેલ્ટર હોમમાં ૨૪૫ લોકો સુઈ શકે તેમ છે. હાલ ૧૫૦થી વધુ  લોકો બહાર ફૂટપાથ પર સુઈ રહ્યા છે.

એનડીએમસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બેઘર માટે પ્રથમ વખત એમ્સનું સબવે વર્ષ ૨૦૧૭માં ખોલવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ઠંડીની સીઝનમાં રાત આ શેલ્ટર હોમમાં વિતાવી હતી.