World News: વૈશ્વિક વેપાર (Global trade) અને રાજનૈતિક સમીકરણોમાં ભારત (India)ની ભૂમિકા સતત મજબૂત બની રહી છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર સમજૂતીના પરિપ્રેક્ષ્યમાં ભારત Indiaને હવે માત્ર એક ઉદયમાન બજાર તરીકે નહીં, પરંતુ એક ‘વૈશ્વિક ખેલાડી’ તરીકે જોવામાં આવી રહ્યું છે.
એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં દક્ષિણ એશિયા બાબતોના નિષ્ણાત ફારવા આમેરે દાવો કર્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વેપાર મંત્રણા ચાલી રહી છે.

અમેરિકા દ્વારા વૈશ્વિક વેપાર (Global trade) મંત્રણા પૂર્ણ કરવા દબાણ
ફારવા આમેરે જણાવ્યું કે અમેરિકા ભારત સાથેની વેપાર વાટાઘાટોને લાંબા સમયથી આગળ ધપાવી રહ્યું હતું, પરંતુ યુરોપિયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બાદ આ પ્રક્રિયાને ઝડપ મળી. કોઈપણ પ્રકારના નુકસાનને ટાળવા માટે અમેરિકાએ ભારત સાથેની વેપાર મંત્રણાને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા દબાણ કર્યું.
જ્યારે આમેરના મતે, સમય ખૂબ રસપ્રદ છે કારણ કે આ સોદો ઈયુ-એફટીએ (EU-FTA) અમલમાં આવ્યા પછી તરત જ આગળ વધ્યો છે. ભારત (India) માટે રશિયાનો પ્રશ્ન યથાવત છે. ભારતે તેલની આયાતના માળખામાં ફેરફાર કરીને રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો કર્યો હોવા છતાં, તે રશિયા સાથે સંબંધો જાળવી રાખવા માંગે છે.

રશિયા મુદ્દે ભારતનું સંતુલિત વલણ
આ ચર્ચા દરમિયાન આમેરે રશિયા મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત માટે રશિયા સાથેના સંબંધો યથાવત છે. ભલે ભારતે તેના તેલ આયાતના માળખામાં ફેરફાર કરીને રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો કર્યો હોય, પરંતુ ભારત રશિયા સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખવા માંગે છે. આ વલણ ભારત (India)ની વિદેશ નીતિમાં સંતુલન અને વ્યૂહાત્મક સ્વતંત્રતાને દર્શાવે છે.
દક્ષિણ એશિયામાં ભારત (India)ને મળશે ધાર
અન્ય એક વૈશ્વિક વેપાર (Global trade) નિષ્ણાત વેન્ડી કટલરે જણાવ્યું હતું કે આ વેપાર સોદો ભારતને દક્ષિણ એશિયામાં સ્પર્ધાત્મક ધાર આપશે. તેમના મતે, અમેરિકા અને ભારત (India) વચ્ચે થયેલી સમજુતી યુરોપિયન યુનિયનની તુલનામાં વધુ અનુકૂળ લાગે છે. આથી ભારતને વૈશ્વિક વેપાર (Global trade) મંચ પર વધુ મજબૂત સ્થાન મળશે.
આત્મનિર્ભરતા એટલે એકલા ચાલવું નહીં: અરવિંદ વિરમાની
નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ ભારત-અમેરિકા વેપાર (India-US Trade) સમજૂતીને સ્પર્ધાત્મક એકીકરણ માટે આવશ્યક ગણાવી. તેમણે કહ્યું કે “તાળી વગાડવામાં બે હાથ લાગે છે; બીજો હાથ હવે આગળ આવ્યો છે.” વિરમાનીના મતે, આ સમજૂતી નિકાસ, રોકાણ અને લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ માટે સારા સમાચાર છે.
વિરમાનીએ ખાસ કરીને આ વાત પર ભાર મૂક્યો કે આત્મનિર્ભર ભારત (India) નો અર્થ એ નથી કે ભારત દુનિયાથી અલગ થઈ જાય. આત્મનિર્ભરતાનો અર્થ છે વૈશ્વિક બજારો સાથે મજબૂત જોડાણ બનાવીને પોતાની ક્ષમતાઓ વધારવી.
ભારતે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુરોપિયન યુનિયન સાથે વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે અને અન્ય દેશો સાથે વેપાર સમજૂતીઓ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. અમે સંરક્ષણવાદી નથી. આ સમજૂતીઓ મોટાભાગની ચીજવસ્તુઓ પરના ટેરિફને દૂર કરે છે અને ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલાનો એક આવશ્યક ભાગ બનાવે છે.
વિરમાનીએ સેમિકન્ડક્ટર્સ અને દુર્લભ પૃથ્વી ખનિજો પર સરકારના ધ્યાન પર ભાર મૂક્યો હતો. વિરમાનીએ તેમને વ્યૂહાત્મક આર્થિક વસ્તુઓ તરીકે વર્ણવ્યા હતા.
આ પણ વાંચો:ટ્રેડ વોરમાં ભારતને રાહત: અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, જાણો શું છે નાણામંત્રીનો ઈશારો
આ પણ વાંચો:અમેરિકામાં ટેકઓફ સાથે જ વિમાન આગની લપેટોમાં, 8 મુસાફરોના મોતની આશંકા
આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી

