Russia-Ukraine war/ ભારતે યુક્રેનને મદદનો હાથ લંબાવ્યો, એરફોર્સના બે વિમાનો દ્વારા મોકલવામાં આવી રાહત સામગ્રી

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા સતત યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં યુક્રેનની મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે તેની મદદ માટે રાહત સામગ્રી મોકલવાનો નિર્ણય લીધો છે.

Top Stories India
ukraine

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ભારતે યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા સતત યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં યુક્રેનની મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે તેની મદદ માટે રાહત સામગ્રી મોકલવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:સંજય રાઉતનો મોટો દાવો, ‘ચૂંટણીના રાજ્યોમાં નેતાઓના કોલ ટેપ થઈ રહ્યા છે, મને પણ અખિલેશની ચિંતા છે’

ભારતીય વાયુસેના યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સતત બહાર કાઢી રહી છે, આ દરમિયાન વિદેશ મંત્રાલયએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) દ્વારા શુક્રવારે માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે, યુક્રેનને વધુ બે હપ્તામાં મદદ કરવા દવાઓ, તબીબી સાધનો, રાહત સામગ્રી વગેરે મોકલવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, એક ફ્લાઈટની મદદથી 6 ટન સામગ્રી રોમાનિયા લઈ જવામાં આવી હતી જ્યારે બીજી ફ્લાઈટમાં 9 ટન સામગ્રી સ્લોવાકિયા લઈ જવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પહેલા પણ સહાય મોકલવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ્સ ભારત આવવાની છે.

મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે તે બાકીના ભારતીય નાગરિકો તેમજ યુક્રેન છોડવાના બાકી હોય તેવા લોકોને લાવવા માટે ફ્લાઇટ્સ ચાલુ રાખશે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં ભારતમાં 48 ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 18 ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે, જેનાથી યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોની કુલ સંખ્યા 20,000થી વધુ થઈ ગઈ છે.

આ પણ વાંચો:રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ આ કંપનીઓએ રશિયન માર્કેટમાંથી બિઝનેસ પાછો ખેંચી લીધો

આ પણ વાંચો: કૉંગ્રેસી નેતાને ત્યાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 1255 લોકોને ફૂડ પોઈઝનિંગ, જાણો વિગત