Not Set/ આંધ્રપ્રદેશ : ગોદાવરી નદીમાં પલટી બોટ, 12નાં મોત

આંધ્રપ્રદેશમાં દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં બોટ તૂટી પડતાં 12 લોકોનાં મોત નીપજ્યાં અને ઘણા ગુમ થયાંના સમાચાર છે. બોટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 62 લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય ટુરિઝમ બોર્ડ દ્વારા સંચાલિત બોટમાં 63 લોકો સવાર હતા અને તેમાંથી 23 લોકોને બચાવવામાં આવ્યા છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ એનડીઆરએફની બે ટીમો […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 4 આંધ્રપ્રદેશ : ગોદાવરી નદીમાં પલટી બોટ, 12નાં મોત

આંધ્રપ્રદેશમાં દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં બોટ તૂટી પડતાં 12 લોકોનાં મોત નીપજ્યાં અને ઘણા ગુમ થયાંના સમાચાર છે. બોટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 62 લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય ટુરિઝમ બોર્ડ દ્વારા સંચાલિત બોટમાં 63 લોકો સવાર હતા અને તેમાંથી 23 લોકોને બચાવવામાં આવ્યા છે.

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ એનડીઆરએફની બે ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ (ઓએનજીસી) ના હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટીમોને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે ‘આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરીમાં બોટ ડૂબતી જોઈને ખૂબ જ દુખ થયું. મારી સંવેદના પીડિત પરિવાર સાથે છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ અધિકારીઓ સાથે વાત કરી હતી અને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. જણાવી દઈએ કે આ ઘટના મધ્યપ્રદેશમાં બે દિવસ પહેલા બની હતી, ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબીને 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

સમાચાર એજન્સી અનુસાર, આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ જિલ્લાના તમામ મંત્રીઓને ઘટના સ્થળની મુલાકાત લેવા અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને આ વિસ્તારની તમામ નૌકાવિહાર સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ગોદાવરી નદી પૂરજોશમાં છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.