આંધ્રપ્રદેશના પૂર્વ સ્પીકર કોડેલા શિવ પ્રસાદ રાવે તેમના હૈદરાબાદ નિવાસસ્થાન પર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તે 72 વર્ષના હતા. શિવપ્રસાદ રાવ રાજ્યની વિરોધી તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા.
તેમને તાત્કાલિક બસાવટકરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. અભિનેતાથી રાજનેતા બનેલા બાલકૃષ્ણના સાથે તેમણે આ હોસ્પિટલ શરૂ કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Former Andhra Pradesh Speaker, Kodela Siva Prasada Rao commits suicide by hanging himself at his residence in Hyderabad. pic.twitter.com/BXcKBAmUZ1
— ANI (@ANI) September 16, 2019
2014 આંધ્રપ્રદેશથી તેલંગાણાને અલગ કરવામાં આવ્યું હતું ત્યારે કોડેલા વિધાનસભાના સ્પીકર બન્યા હતા. તેઓ પાંચ વખત નારસોરાપેટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એકવાર તે સત્તેનપલ્લીના ધારાસભ્ય પણ બન્યા હતા.
તેમણે રાજ્યના ગૃહ પ્રધાન અને પંચાયત રાજ પ્રધાનનો હવાલો પણ સંભાળ્યો હતો. તેમણે 1983 માં ટીડીપીમાં જોડાયા હતા. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. રાવનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. ગુંટુર મેડિકલ કોલેજમાં ભણ્યા પછી તે ડોક્ટર બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
