Surat News/ સુરતના સહારા દરવાજા વિસ્તારમાં ભયાનક આગ, સરદાર માર્કેટ સામેના ફ્રૂટ પેકેજિંગ વેરહાઉસમાં લાખોનું નુકસાન

સુરતના વ્યસ્ત સહારા દરવાજા વિસ્તારમાં સરદાર માર્કેટ સામે આવેલા ફ્રૂટ પેકેજિંગ વેરહાઉસમાં વહેલી સવારે ભયાનક આગ (Fire) લાગી.

Top Stories Gujarat Surat Breaking News
Fire

Surat News:સુરત શહેરમાં ફરી એક વાર આગની ઘટના બની છે જેમાં સુરતના વ્યસ્ત સહારા દરવાજા વિસ્તારમાં,સરદાર માર્કેટની સામે, આજે સવારે આગ (Fire) લાગી હતી. માર્કેટની સામે આવેલા ફ્રૂટ પેકેજિંગ વેરહાઉસમાં લાગેલી આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.કાર્ડબોર્ડ બોક્સ અને પ્લાસ્ટિકના ક્રેટ્સ હોવાને કારણે આગ ઝડપથી વધી હતી.

સરદાર માર્કેટની સામે આવેલા ફ્રૂટ માર્કેટ પાસે બે દુકાનોને જોડતા એક મોટા વેરહાઉસમાં ફળોના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતા કાર્ડબોર્ડ બોક્સ અને પ્લાસ્ટિકના ક્રેટ્સનો મોટો જથ્થો હતો. આજે વહેલી સવારે આ વેરહાઉસમાં અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. ખૂબ જ જ્વલનશીલ પદાર્થોને કારણે, આગ ઝડપથી ફેલાઈ ગઈ અને ધુમાડાના ગોટેગોટા ઘણા દૂરથી જોઈ શકાતા હતા.

શોર્ટ સર્કિટને કારણે આગ (Fire) લાગી હોવાની  સંભાવના

એક કલાકની ભારે જહેમત બાદ આગ (Fire) પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના સમાચાર મળતા જ સ્થાનિક વેપારીઓ અને મજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનથી ચાર ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો છંટકાવ કર્યો હતો અને લગભગ એક કલાકની સખત મહેનત પછી, આગને ઓલવવામાં સફળતા મેળવી હતી.

ગોદામમાં રહેલો આશરે 70 ટકા માલ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે વહીવટીતંત્ર અને વેપારીઓને રાહત થઈ હતી. પ્રારંભિક અંદાજ મુજબ, ગોદામમાં રહેલો લગભગ 70 ટકા માલ બળીને રાખ થઈ ગયો હતો. આગ (Fire) લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે.


આ પણ વાંચો :સુરતમાં પ્લાસ્ટિકના કારખામાં આગ : બેના મોત

આ પણ વાંચો :સુરતમાં ભીષણ આગ : 3 વર્ષનું બાળક આગમાં ભડથું

આ પણ વાંચો :સુરતના ગોડાદરા વિસ્તારમાં ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે