Not Set/ દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતના આજે બપોરે થશે અંતિમ સંસ્કાર, હાર્ટ એટેકથી થયું નિધન

દિલ્હી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતાં અને તેમની તબિયત ઘણા લાંબા સમયથી ખરાબ રહેતી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. આ પહેલા તમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બપોરે […]

Top Stories India
qas 1 દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતના આજે બપોરે થશે અંતિમ સંસ્કાર, હાર્ટ એટેકથી થયું નિધન

દિલ્હી,

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતાં અને તેમની તબિયત ઘણા લાંબા સમયથી ખરાબ રહેતી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે.

આ પહેલા તમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બપોરે 12થી 1 વાગ્યાની વચ્ચે કોંગ્રેસ મુખ્યમથકમાં રાખવામાં આવશે.

81 વર્ષના શીલા દિક્ષિતની શનિવાર સવારે અચાનક તબિયત ખરાબ થતા રાજ્યની એસ્કોર્ટ્સ ફોર્ટિસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં તેમને  દાખલ કરવામાં આવ્યા હતા.

t 8 દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતના આજે બપોરે થશે અંતિમ સંસ્કાર, હાર્ટ એટેકથી થયું નિધન

હોસ્પિટલના ડાયરેક્ટર ડો.અશોક સેઠે જણાવ્યું કે, સારવાર દરમિયાન બપોરે લગભગ 3.15 વાગે શીલા દીક્ષિતને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને લગભગ 3.55 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા.

શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને સોનિયા ગાંધી પણ શનિવારે નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની કાયાપલટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાનનો શ્રેય પણ આપ્યો.

 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.