Not Set/ હવાઇ યાત્રા કરનારા માટે ખુશખબર, હવે પ્લેનમાં પણ કોલિંગ-ઇન્ટરનેટની મજા માણો

દિલ્હી, દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલ દ્વારા હાલમાં જ તેની સહાયક કંપની ઇંડો ટેલીપોર્ટ્સની સાથે મળીને ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય વિમાનોમાં ઉડાન દરમિયાન કોલ અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકાય તેની અનુમતિ માટે દુરસંચાર વિભાગમાં અરજી કરી હતી. અરજી પર જવાબ આપતા દુરસંચાર વિભાગે કંપનીને 10 વર્ષની મંજૂરી આપી છે. આ નિર્ણયથી હવે દરિયાઇ મુસાફરી […]

Tech & Auto
Plane use હવાઇ યાત્રા કરનારા માટે ખુશખબર, હવે પ્લેનમાં પણ કોલિંગ-ઇન્ટરનેટની મજા માણો

દિલ્હી,

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલ દ્વારા હાલમાં જ તેની સહાયક કંપની ઇંડો ટેલીપોર્ટ્સની સાથે મળીને ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય વિમાનોમાં ઉડાન દરમિયાન કોલ અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકાય તેની અનુમતિ માટે દુરસંચાર વિભાગમાં અરજી કરી હતી. અરજી પર જવાબ આપતા દુરસંચાર વિભાગે કંપનીને 10 વર્ષની મંજૂરી આપી છે. આ નિર્ણયથી હવે દરિયાઇ મુસાફરી કે હવાઇ યાત્રા દરમિયાન મુસાફરો કોલ અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે.

નવભારત ટાઇમ્સના એક અહેવાલમાં આ જાણકારી અપાઇ છે. અહેવાલ મુજબ દૂરસંચાર વિભાગે ગુરવારના રોજ એક નિર્દેશ જારી કરતા કહ્યું કે ઇંડો ટેલીપોર્ટ્સ લિમિટેડને પેરેન્ટ કંપની પાસે ફ્લાઇટ એન્ડ મેરિટાઇમ કનેક્ટિવીટી રૂલ્સ 2018 અનુસાર મળેલ લાઇસન્નસ અંતર્ગત આઇએફએમસી સેવા પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવે છે.

જણાવી દઇએ કે ઇંડો ટેલીપોર્ટ્સને વર્ષ 2008 માં ભારતી ટેલીપોર્ટ્સ લિમિટેડના નામથી લોન્ચ કરવામાં આવી હતી, જેનું કામ ટીવી બ્રોડકાસ્ટર માટે હબ તૈયાર કરવું તેમજ તેને ઓપરેટ કરવું છે, ત્યારબાદ તે તેની ચેનલના પ્રસારણ માટે સેટેલાઇટને સિગ્નલ મોકલવાનું કામ કરે છે.

પ્લેનમાં કોલિંગ-ઇન્ટરનેટ સેવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ

હવાઇ યાત્રા દરમિયાન મુસાફરોને કોલ અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મોબાઇલ કમ્યુનિકેશન સર્વિસ ઓન બોર્ડ એયરક્રાફ્ટ નામની ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, આ ટેક્નોલોજીના ઉપયોગથી ઉડાન દરમિયાન સરળતાપૂર્વક કોલ અને ઇન્ટરનેટની સેવાનો ઉપયોગ થઇ શકે છે. જો કે ભારત સિવાય અન્ય 30 દેશની એરલાઇન કંપનીઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.