જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓએ ઇદના દિવસ એક મહિલાને ગોળી મારી હત્યા કરી દીધી. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ થયો છે. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર છે. ઘટના પછી સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સૂત્રો અનુસાર, કાકાપોરાના નારબલ ગામમાં ત્રાસવાદીઓએ બુધવારે સવારે નગેના બાનો નામની મહિલાને ગાળો મારી હત્યા કરી હતી. મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક અન્ય નાગરિક મોહમ્મદ સુલતાન ઘાયલ થયો હતો. સુલ્તાનની સ્થિતિ હાલ ખુબ જ ગંભીર છે.
ઘટનાની માહિતી પ્રાપ્ત થતા જ સુરક્ષાબળની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. પોલીસે કેસ નોંધી લીધો છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પુલવામામાં સુરક્ષાબળોએ ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા.
પતિની પણ આતંકીઓએ કરી હત્યા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સ્વર્ગીય મોહમ્મદ યુસુફ લોનની પત્ની નગેનાના ઘરના અંદર કેટલાક આતંકવાદીઓએ ઘુસી ગયા અને ફાયરિંગ શરૂ કર્યું હતું. ઘટનામાં નગેના ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મીડિયા અહેવાલો અનુસાર, નગેનાના પતિ મોહમ્મદ યુસુફ લોનને 19 મે 2017 ના રોજ આતંકવાદીઓ મારી નાખ્યો હતો.
