Not Set/ ગુરુગ્રામ: બેસ્ટફ્રેન્ડના પિતાએ જ યુવતી પર કર્યો રેપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દિલ્હી દિલ્હીની નજીકના ગુરુગ્રામમાં શરમજનક ઘટના સામે આવી છે.એક 19 વર્ષની છોકરી સાથે બળાત્કારનો કેસ બન્યો છે. જણાવી એ કે રેપ કરનાર બીજું કોઈ નથી પરંતુ પીડિતની બેસ્ટફ્રેન્ડના પિતાએ જ કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે આ ઘટના ગુરુગ્રામના પોશ વિસ્તાર ડીએલએફની છે. પોલીસ પ્રવક્તા સુભાષનું કહેવું છે કે, આરોપી […]

India
mahi56 ગુરુગ્રામ: બેસ્ટફ્રેન્ડના પિતાએ જ યુવતી પર કર્યો રેપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દિલ્હી

દિલ્હીની નજીકના ગુરુગ્રામમાં શરમજનક ઘટના સામે આવી છે.એક 19 વર્ષની છોકરી સાથે બળાત્કારનો કેસ બન્યો છે. જણાવી એ કે રેપ કરનાર બીજું કોઈ નથી પરંતુ પીડિતની બેસ્ટફ્રેન્ડના પિતાએ જ કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આપને જણાવી દઈએ કે આ ઘટના ગુરુગ્રામના પોશ વિસ્તાર ડીએલએફની છે. પોલીસ પ્રવક્તા સુભાષનું કહેવું છે કે, આરોપી મંગેશ સોલાપુરની પુત્રી વિદેશમાં રહીને અભ્યાસ કરી રહી છે. છેલ્લા થોડા દિવસોથી, ગુરુગ્રામ આવી હતી. તેણે ગુરુગ્રામમાં રેહતી એક ખાસ મિત્રને તેના ઘરે રહેવા માટે બોલાવી હતી.

મંગેશ પર આરોપ લગાવ્યો છે કે મંગેશે આ જ વાતનો લાભ લીધો હતો. આરોપી તેની પુત્રી અને તેની મિત્રને જમવા માટે બહાર લઈ ગયો હતો. જ્યાં મંગેશે તેની પુત્રી અને તેના મિત્રને વાઇન પીવડાવી હતી અને નશાની હાલતનો લાભ લેતા, તેણે 5 અને 6 જૂનની મોડી રાત્રે તેમની પુત્રીના મિત્ર સાથે રેપ કર્યો હતો.

પીડિતે આ મામલે ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસ તરત જ ભોગ બનનારનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં રેપ થયો હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ 48 વર્ષીય મંગેશને સોલાપુરને તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.