Not Set/ સોશિયલ મીડિયા અંગે જજએ કહ્યું- હું વિચારી રહ્યો છું કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું જ છોડી દવ

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયાનો દેશમાં દુરૂપયોગ થઈ રહ્યો છે, જે ખૂબ જોખમી છે. સરકારે આ મુદ્દાને વહેલી તકે આ મુદ્દે પગલા ભરવા જોઈએ. સરકારે આ મુદ્દાને પ્રાથમિકતાના આધારે વિચાર કરવો જોઇએ. જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે કડક માર્ગદર્શિકા નિર્ધારિત […]

Top Stories
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 14 સોશિયલ મીડિયા અંગે જજએ કહ્યું- હું વિચારી રહ્યો છું કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું જ છોડી દવ

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયાનો દેશમાં દુરૂપયોગ થઈ રહ્યો છે, જે ખૂબ જોખમી છે. સરકારે આ મુદ્દાને વહેલી તકે આ મુદ્દે પગલા ભરવા જોઈએ. સરકારે આ મુદ્દાને પ્રાથમિકતાના આધારે વિચાર કરવો જોઇએ.

જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે કડક માર્ગદર્શિકા નિર્ધારિત કરવી જોઈએ. અમારી ગોપનીયતા સુરક્ષિત હોવી જ જોઇએ. હું વિચારી રહ્યો છું કે મારે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આપણે ઇન્ટરનેટ વિશે શા માટે ચિંતા કરીએ છીએ? આપણે આપણા દેશની ચિંતા કરવી જોઈએ.

આ સાથે જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે અમને સખત જરૂર છે કે જે લોકો ઓનલાઇન ગુનાઓ અને સોશિયલ મીડિયાને ગેરમાર્ગે દોરતા હોય તેઓની શોધ કરવામાં આવે. આપણે તેને એમ કહીને છોડી શકીએ નહીં કે, અમારી પાસે તેને રોકવાની ટેકનોલોજિક નથી. જો સરકાર પાસે તેને રોકવાની ટેક્નોલોજી છે, તો તેને બંધ કરો.

જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે સરકાર પાવરફુલ છે. આ બધાને રોકવાના તેના પાસે અમર્યાદિત અધિકાર છે. પરંતુ કોઈના અંગત અધિકાર વિશે શું? તેમને પણ સુરક્ષિત રાખવું જોઈએ. સોશિયલ મીડિયાનો દુરૂપયોગ અટકાવવા સરકારે માર્ગદર્શિકા બનાવવી જોઈએ. લોકોની ગુપ્તતાને સુરક્ષિત રાખવા માટે, સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી મૂકનારા લોકોની શોધ કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.