ગૃહ મંત્રાલયે જમ્મુ અને કશ્મીરમાં સીમા પાર થતા વેપાર પર 19 એપ્રિલથી પ્રતિબંધ મુકવાનો આદેશ જારી કર્યો છે. સરકારે આ પગલું એ રિપોર્ટ બાદ ઉઠાવ્યું જેમાં બતાવાયું હતું કે પાકિસ્તાનમાં કેટલાક લોકો નિયંત્રણ રેખાના રસ્તે થનારા વેપારનો દૂરુપયોગ કરે છે અને તેના મારફતે ગેરકાયદેસર હથિયાર, માદક પદાર્થો અને નકલી ચલણ આદી મોકલી રહ્યા છે.
India suspends cross LoC trade with Pakistan
Read @ANI Story | https://t.co/Hv2G0hbN6T pic.twitter.com/i2shtLx4xa
— ANI Digital (@ani_digital) April 18, 2019
એનઆઇએ દ્વારા કેટલાક મામલાઓની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે એલઓસીના રસ્તા પર થતા વેપારમાં કેટલાક ચિંતાજનક વ્યાપારિક કાર્યોને અંજામ આપનારા લોકો આતંકવાદ, અલગાવવાદને પ્રોત્સાહિત કરનારા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે નિકટથી સાંઠગાંઠ ધરાવે છે.
MHA: So it's decided to suspend LoC trade at Salamabad & Chakkan-da-Bagh in J&K. Meanwhile, stricter regulatory&enforcement mechanism is being worked out & will be put in place in consultation with various agencies. The issue of reopening of LoC trade will be revisited thereafter https://t.co/kl9KSI3Uno
— ANI (@ANI) April 18, 2019
આ જ કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં સલામાબાદ અને ચક્કાદા બાગમાં એલઓસી વેપાર પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન, વિવિધ એજન્સીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સખત નિયમનકારી પગલા લેવાશે અને તેના અમલને લઇને તંત્રનું પણ નિર્માણ કરાશે. ત્યારબાદ સરહદ પાર વેપારને ફરીથી શરૂ કરવા પર વિચારવિમર્શ કરવામાં આવશે.
