World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકન આયાત પરના તમામ ટેરિફ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે ભારત એવા વેપાર કરાર કરવા તૈયાર છે જેમાં અમેરિકાથી આયાત થતા તમામ માલ પર શૂન્ય ટેરિફ લાગશે.”ભારતે અમને એક એવો સોદો ઓફર કર્યો છે જેમાં તેઓ અમારા પર કોઈ ટેરિફ લાદવા તૈયાર નથી. તેઓ ખરેખર અમારી પાસેથી કંઈપણ વસૂલવા માંગતા નથી,” યુએસ પ્રમુખ ટ્રમ્પે તેમની કતાર મુલાકાત દરમિયાન દોહામાં એક બિઝનેસ કાર્યક્રમમાં કહ્યું.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ 16 મેથી અમેરિકાની સત્તાવાર મુલાકાતે જવાના છે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે, જે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટ્રમ્પે દોહામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન યુએસ ટેકનોલોજી જાયન્ટ એપલ અને તેના સીઈઓ ટિમ કૂકનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમણે ટિમ કૂકને ભારતમાં આઇફોન ઉત્પાદનનો વિસ્તાર ન કરવાની સલાહ પણ આપી હતી.
ટ્રમ્પે કહ્યું, “મેં એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું હતું કે ભારતમાં ઉત્પાદન વધારવાની કોઈ જરૂર નથી. તેઓ પોતાનું ધ્યાન રાખી શકે છે. જો ત્યાં ઉત્પાદન કરવું જ પડે, તો તે ફક્ત ભારતીય બજાર માટે કરો.” તેમણે વધુમાં દાવો કર્યો કે એપલ હવે અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે.
ટ્રમ્પે બીજો મોટો દાવો કરતા કહ્યું કે કતાર એરવેઝે ૧૬૦ વિમાન ખરીદવા માટે બોઇંગ સાથે ૨૦૦ અબજ ડોલરનો ‘રેકોર્ડ ઓર્ડર’ આપ્યો છે. આ નિવેદનને વૈશ્વિક વેપારના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ અનુસાર, આનાથી અમેરિકામાં લગભગ 10 લાખ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.
આ પણ વાંચો:પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ
આ પણ વાંચો:પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય, દેશના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે
આ પણ વાંચો:ગુજરાતના 7 એરપોર્ટ પર NOTAM જારી, કોઈ ફ્લાઇટ ઉડશે નહીં, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય
