ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી 46 સાથે સેટેલાઇટ ‘આરઆઈસેટ-2 બી’ નું સફળ પ્રક્ષેપણ બુધવારે કર્યું.આ રડાર ઇમેજિંગ સેટેલાઈટ હવામાન પર દેખરેખ રાખશે.
આ પ્રક્ષેપણ વહેલી સવારે 5 વાગે કરવામાં આવ્યું છે. ઇસરોએ કહ્યું કે પીએસએલપી46 ને આરઆઇસેટ-2 બીને પૃથ્વીની નીચી શ્રેણી (લો અર્થ ઓર્બિટ)માં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે.
ઇસરોની તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, પીએસએલવી-સી46 ના તેના 48 માં મિશન પર બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે અહીંથી 130 કિલોમીટર જેટલુ દૂર શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી છોડવામાં આવ્યું છે.
Indian Space Research Organisation (ISRO) launches PSLVC46 from Satish Dhawan Space Centre, Sriharikota. PSLVC46 will launch the RISAT-2B radar earth observation satellite into a 555 km-altitude orbit. pic.twitter.com/iY2paDVjls
— ANI (@ANI) May 22, 2019
આ ઉપગ્રહનું વજન 615 કિલોગ્રામ છે અને તેને પ્રક્ષેપણના 15 મિનિટ પછી પૃથ્વીની કક્ષામાં છોડવામાં આવશે. આ સેટેલાઇટ ગુપ્ત માહિતીઓનું મોનીટરીંગ, કૃષિ,વન અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં મદદ કરશે.
ઈસરો પ્રમુખ કે શિવને સેટેલાઈટની સફળતા લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે.તેમણે કહ્યું, ‘મને આ માહિતી આપીને અત્યંત ખુશી થાય છે કે પીએસએલવી46 નું લોન્ચ સફળ રહ્યું. આ મોટી સફળતા છે.’તેમણે આ મિશનમાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.
તેમણે આ મિશનને ‘ખૂબ જ મહત્વપૂર્ણ’ કહ્યું હતું. પ્રક્ષેપણથી પહેલા તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેનકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. કે શિવન મુજબ,આરઆઈસેટ-2 બી પછી, ઇસરો ચંદ્રયાન-2 પર કામ કરશે, જેને 9 થી 16 જુલાઈ વચ્ચે અવકાશમાં છોડવાનો કાર્યક્રમ છે. ઇસરો 6 સપ્ટેમ્બર સુધી ચંદ્રયાન-2 ના રોવરને ચંદ્રમાની સપાટી પર ઉતારી શકે છે.
