Not Set/ DMK નેતા કનિમોઝીના નિવાસસ્થાને ITના ચૂંટણીપંચ સાથે મળીને દરોડા, 10 અધિકારીએ કરી તપાસ

ચૂંટણીમાં નાણાંનો ખોટો ઉપયોગ રોકવા માટે તામિલનાડુમાં ચૂંટણી પંચની મોટા પાયે એકશન જારી છે. ચૂંટણી પંચની ટીમે થેની જિલ્લાના અંડીપટ્ટીમાં અમ્મા મક્કલ મુનેત્ર કડ્ડગમ (MDMK)ના કાર્યાલય પર છાપો માર્યો હતો. પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કરવાની સાથે 155 કાર્યકરો વિરુદ્ધ કેસ પણ કર્યો છે. સાથે જ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને ડીએમકે […]

Top Stories
kanimozhi DMK નેતા કનિમોઝીના નિવાસસ્થાને ITના ચૂંટણીપંચ સાથે મળીને દરોડા, 10 અધિકારીએ કરી તપાસ

ચૂંટણીમાં નાણાંનો ખોટો ઉપયોગ રોકવા માટે તામિલનાડુમાં ચૂંટણી પંચની મોટા પાયે એકશન જારી છે. ચૂંટણી પંચની ટીમે થેની જિલ્લાના અંડીપટ્ટીમાં અમ્મા મક્કલ મુનેત્ર કડ્ડગમ (MDMK)ના કાર્યાલય પર છાપો માર્યો હતો. પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કરવાની સાથે 155 કાર્યકરો વિરુદ્ધ કેસ પણ કર્યો છે. સાથે જ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને ડીએમકે નેતા કનિમોઝીના નિવાસસ્થાને પણ છાપો માર્યો હતો.

અહીંયા ઇન્કમ ટેક્સ ખાતાના 10 અધિકારી તપાસ કરવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન ટીમે આશરે 1 કરોડ 40 લાખ રૂપિયા જપ્ત કર્યાં.ચૂંટણી પંચનું કહેવું છે કે હાલ જપ્ત કરાયેલા રૂપિયાની ગણતરી કરવામાં આવશે. એ પછી જ ચોક્કસ આંકડો જારી થશે. આ રેડ બાદ કનિમોઝીના ભાઇ અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટેલિને ચૂંટણી પંચ ઉપર પણ પ્રહારો કર્યાં. સ્ટેલિને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પંચની મદદથી ડીએમકેનું નામ ખરાબ કરવાનું કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એમડીએમકે ટીટીવી દિનાકરનની પાર્ટી છે જે પેરિયાકુલમ બેઠકથી લોકસભા અને અંડીપટ્ટી બેઠકથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહી છે.