Not Set/ શું છે આર્ટિકલ 35A જેના કારણે કાશ્મીર બારુદની આગ પર બેઠું છે..જાણો

શું છે આર્ટિકલ 35A ? આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીરને રાજ્યના રૂપમાં એક વિશેષ અધિકાર આપે છે. આ આર્ટિકલનો મતલબ છે કે, રાજ્ય સરકારનો એ અધિકાર છે કે, આઝાદીના સમયે બીજી જગ્યાઓથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની સુવિધા આપે છે કે નહિ. મહત્વનું છે કે, આર્ટિકલ 35 A એ ધારા 370નો જ એક ભાગ […]

Top Stories India
aaare 1 શું છે આર્ટિકલ 35A જેના કારણે કાશ્મીર બારુદની આગ પર બેઠું છે..જાણો

શું છે આર્ટિકલ 35A ?

આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીરને રાજ્યના રૂપમાં એક વિશેષ અધિકાર આપે છે. આ આર્ટિકલનો મતલબ છે કે, રાજ્ય સરકારનો એ અધિકાર છે કે, આઝાદીના સમયે બીજી જગ્યાઓથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની સુવિધા આપે છે કે નહિ.

મહત્વનું છે કે, આર્ટિકલ 35 A એ ધારા 370નો જ એક ભાગ છે. આ ધારાના કારણે બીજા રાજ્યોના કોઈ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો કોઈ સંપત્તિ ખરીદી શકે છે તેમજ ન તેઓ રાજ્યના સ્થાયી નાગરિક બની શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલા આર્ટિકલ 35 Aના પ્રસ્તાવને લઇ 14 મે, 1954ના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ ડો. રાજેદ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવો આર્ટિકલ 35 A જોડવામાં આવ્યો હતો આર્ટિકલ 35A દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકારને ત્યાંની વિધાનસભામાં સ્થાયી નાગરિકોની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર મળેલો છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તેઓ આઝાદી સમયે અન્ય જગ્યાએથી આવેલા નાગરિકો અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની સગવડો આપે અથવા ન આપે.

35Aના વિરોધમાં બે દલીલો મુખ્યત્વે અપાય છે. પહેલી કે આ રાજ્યમાં બીજા રાજ્યના ભારતીય નાગરિકોને સ્થાયી નાગરિક માનવાનો નિષેધ કરે છે. આથી બીજા રાજ્યોના નાગરિક ન તો જમ્મુ-કાશ્મીરમાં નોકરી મેળવી શકે છે અથવા ન તો સંપત્તિ ખરીદી શકે છે.

તેની સાથે જ જો રાજ્યની કોઇ છોકરીએ બીજા રાજ્યના નાગરિક સાથે લગ્ન કરી લીધા તો તેને રાજ્યમાં સંપત્તિના અધિકારથી આર્ટિકલ 35Aના આધાર પર વંચિત કરાય છે. આ આર્ટિકલને સંવિધાનમાં અલગથી જોડવામાં આવે છે તેથી તેને લઇ પણ વિરોધ થઇ રહ્યો છે.કેટલાય રાજકીય પક્ષ અને અલગતાવાદી છે

સમર્થનમાંઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને મહેબૂબા મુફ્તીની પીડીપી, સીપીએમ, અને રાજ્ય કૉંગ્રેસે પણ આ અનુચ્છેદના સમર્થનમાં કેટલાંય પ્રદર્શન કર્યા છે અને યથાસ્થિતિ રાખવાની માંગણી કરી રહ્યાં છે. ભાજપ આ આર્ટિકલને હટાવાના મુદ્દા પર ખુલ્લી ચર્ચા કરવા માંગે છે. પાર્ટી નેતાઓનું માનવું છે કે આ આર્ટિકલ રાજ્યના હિતમાં નથી.

1996 માં જમ્મુ કાશ્મીરનું બંધારણ બનવવામાં આવ્યું હતું જેમાં સ્થાયી નાગરિકતાની પરિભાષા કરવામાં આવી હતી. જે બંધારણ અનુસાર સ્થાયી નાગરિક એ જ વ્યક્તિ છે જે 14 મે 1954 થી રાજ્યનો નાગરિક રહ્યો છે અને કાયદાકીય રીતે સંપત્તિ ગ્રહણ કરી છે. આ સિવાય કોઈ વ્યક્તિ દસ વર્ષોથી રાજ્યના રહેવાસી છે અથવા 1 માર્ચ 1947 પછી રાજ્યથી માઈગ્રેટ થઈને (આજના પાકિસ્તાની સીમા અંદર ગયા) ગયા હોય, પરંતુ પ્રદેશમાં ફરી પરત રિસેટલમેન્ટ પરમીટ સાથે આવ્યા હોય તે વ્યક્તિને રાજ્યના નાગરિક કહેવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.