Not Set/ કોલકતામાં પૂર્વ મિસ ઇન્ડિયાની છેડતી, 7 આરોપીની ઘરપકડ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં પૂર્વ મિસ ઇન્ડિયા ઉશોશી સેન ગુપ્તા સાથે કેટલાક બદમાશોએ ગેરવર્તન કર્યું. ઉશોશી સેન જે કેબમાં જતી હતી, તેના ડ્રાઈવર સાથે આરોપીઓએ મારપીટ કરી. પોલીસે હવે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે. ઉશોશીનું કહેવું છે કે 18 જુનના રોજ કામ પૂર્ણ કરી તેના સહકાર્યકરો સાથે ઘરે પરત ફરી રહી હતી. જે કેબમાં […]

Top Stories India
ffesfc કોલકતામાં પૂર્વ મિસ ઇન્ડિયાની છેડતી, 7 આરોપીની ઘરપકડ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં પૂર્વ મિસ ઇન્ડિયા ઉશોશી સેન ગુપ્તા સાથે કેટલાક બદમાશોએ ગેરવર્તન કર્યું. ઉશોશી સેન જે કેબમાં જતી હતી, તેના ડ્રાઈવર સાથે આરોપીઓએ મારપીટ કરી. પોલીસે હવે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે.

ઉશોશીનું કહેવું છે કે 18 જુનના રોજ કામ પૂર્ણ કરી તેના સહકાર્યકરો સાથે ઘરે પરત ફરી રહી હતી. જે કેબમાં તે સવાર હતી, તેના ડ્રાઈવર સાથે રસ્તામાં કેટલાક છોકરાએ મારપીટ કરી. કેબ અટકાવીને હંગામો કર્યો. ઉશોશી જ્યારે પોલીસની મદદ માંગી ત્યારે પોલીસે એવું કહીને ના પાડીને આ કેસ તેના પોલીસ વિસ્તાર નથી આવતો.

પોલીસને ફરિયાદ કરવા પર તે બદમાશો  ઉશોશીનો પણ પીછો કરવા લગ્યા. ઉશોશીને તેના ઘરની નજીક ઘેરીને બદમાશોએ તેની સાથે ગેરવર્તન કર્યું. તેના એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઉશોશીનો આરોપ છે કે વીડિયોમાં દેખાતા આ જ છોકરાઓએ તેના સાથે ગેરવર્તન કર્યું છે.

ઉશોશીએ ફેસબુક પર લાંબી પોસ્ટ લખતા કહ્યું કે રાતે 11.40 વાગે કામ પૂરું કરીને મેં જેડબ્લ્યુ મેરિયટથી કેબ બુક કરી.મારી સાથે મારી ફ્રેન્ડ પણ હતી.અમે રસ્તામાં હતા ત્યારે બાઇક પર કેટલાક છોકરાઓ આવ્યા અને કાર સાથે ટકરાઈ ગયા.એમણે બાઇક રોકીને ડ્રાઇવરને મારવાનું ચાલુ કરી દીધું.આ બનાવનો તેઓ વીડિયો પણ બનાવવા લાગ્યા.

એ જ સમયે મને એક.પોલીસકર્મી જોવા મળ્યો.હું દોડતી તેની પાસે ગઈ અને છોકરાઓને રોકવા જણાવ્યું.પણ એણે કહ્યું કે આ તેના પોલીસ સ્ટેશનમાં નથી આવતું પણ ભવાનીપુર થાના ક્ષેત્રમાં આવે છે.મેં વારંવાર કહ્યું તો એ પછી પોલીસ આવી.જો કે છોકરાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

એ પછી છોકરાઓએ અમારો.પીછો કરવાનું શરૂ કર્યું.જ્યારે હું મારી ફ્રેન્ડને ડ્રોપ કરવા જતી હતી ત્યારે 3 છોકરા અમારી પાસે આવ્યા અને મારપીટ શરૂ કરી.તેમણે મને બહાર ખેંચી અને વિડીયો ડીલીટ કરવા માટે મારા ફોનને તોડવાની કોશિશ કરી.મેં બુમાબુમ કરી તો આસપાસથી લોકો દોડી આવ્યા. એ પછી છોકરાઓ ત્યાંથી ભાગી ગયા.આ મામલે પોલીસે 7 લોકોની ધરપકડ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.