Not Set/ રસોડાના નળમાં દારૂ નીકતા લોકો મુકાયા વિષ્ઠામણમાં, જાણો કેમ થયું આવું…

તમે ઘણીવાર દારૂના કુવાઓની વાર્તાઓ સાંભળી હશે, પરંતુ તમે ક્યારેય તમારા રસોડાના નળમાંથી દારૂ નીકળતો જોયો છે. કદાચ તમારો જવાબ હશે ના, પરંતુ કેરળના ત્રિશૂર જિલ્લામાં આવું બન્યું. ત્રિશૂરના ચલાકુડી શહેરમાં સોલોમન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જ્યારે તેમના રસોડાનો નળ ચાલુ કર્યો ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયા. સ્થાનિક લોકોએ પાલિકાના અધિકારીઓનો સંપર્ક સાધતા આ રહસ્ય પરનો […]

India
Untitled 52 રસોડાના નળમાં દારૂ નીકતા લોકો મુકાયા વિષ્ઠામણમાં, જાણો કેમ થયું આવું...

તમે ઘણીવાર દારૂના કુવાઓની વાર્તાઓ સાંભળી હશે, પરંતુ તમે ક્યારેય તમારા રસોડાના નળમાંથી દારૂ નીકળતો જોયો છે. કદાચ તમારો જવાબ હશે ના, પરંતુ કેરળના ત્રિશૂર જિલ્લામાં આવું બન્યું. ત્રિશૂરના ચલાકુડી શહેરમાં સોલોમન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જ્યારે તેમના રસોડાનો નળ ચાલુ કર્યો ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયા.

સ્થાનિક લોકોએ પાલિકાના અધિકારીઓનો સંપર્ક સાધતા આ રહસ્ય પરનો પડદો ઉઠ્યો હતો. તપાસમાં આબકારી વિભાગની ગડબડીનો ખુલાસો થયો હતો. હકીકતમાં, આબકારી ખાતાના અધિકારીઓ 4500 લિટર જપ્ત કરેલું દારૂ ખાડામાં ફેંકી દીધો હતો. તેને કોઈ ખ્યાલ નહોતો કે આ દારૂ નજીકના કૂવામાં જતો રહેશે. જે સોલોમન એવોન્યુના લોકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે.

પાણીનો રંગ જોઈને ડરી ગયા લોકો

સૌથી પહેલા પાણીમાં દારૂ છે એ વાતની જાણ થનાર જોશી મલિયેક્કલનું કહેવું છે કે તેને પહેલા તેમને લાગ્યું કે પાણી પાઇપમાં કોઈ સમસ્યા છે. જોશી કહ્યું કે ‘રવિવારે મેં પાણીની ટાંકી ભરવા માટે પંપ ચલાવતાંની સાથે જ હું પાણીનો રંગ જોઈને ડરી ગયો. પાણીની ગંધ અને તેના ટેસ્ટની પુષ્ટિ કરી કે કોઈએ પાણીની અંદર આલ્કોહોલ મિશ્ર કર્યો છે. ‘

જોશીએ કહ્યું કે, જ્યારે કેમ્પસમાં રહેતા 18 પરિવારોને એવો જ અનુભવ થયો હતો, ત્યારે તેઓએ ચાલકડી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાત કરી હતી. વોર્ડના કાઉન્સિલર વી.જે.જોજીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને પાણી પહોંચાડવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જોજીએ કહ્યું, ‘આ પરિવારો ઘણા વર્ષોથી દૂષિત પાણી પી રહ્યા હતા. આ તેમનો જ પાણીનો સ્રોત છે. ‘ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ કમિશનર ટી.કે. સનુએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછું આઠ વખત આ કૂવામાં સફાઈ કરવામાં આવી હતી જેથી પાણીમાંથી દારૂનો જથ્થો કાઢી શકાય. તેમણે કહ્યું કે જ્યાં સુધી પાણી સંપૂર્ણ રીતે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અમે અસરગ્રસ્ત પરિવારોને પીવાનું પાણી આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.